For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: પોલીસ સંભારણા દિવસ, શૌર્ય ને સિધ્ધિને સલામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ઓક્ટોબરઃ દર વર્ષે 21 ઓક્ટોબરના દિવસે જે પોલીસકર્મીએ પોતાની ફરજ પર રહીને લોકોની સલામતી માટે પોતાનો જીવ ન્યોછાવર કર્યો હોય તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવે છે. આ દિવસને રાષ્ટ્રિય પોલીસ સંભારણા દિવસ તરીકે દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે, તેની પાછળની એક રોચક કહાણી છે.

પોલીસ સંભારણા દિવસ પાછળ છૂપાયેલી કહાણી અનુસાર 1959ની 21મી ઓક્ટોબરના દિવસે લદાખમાં ચાઇનિઝ સૈનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 20 જેટલા ભારતીય સૈનિકો શહીદ થયા હતા. બસ ત્યારથી આ દિવસને પોલીસ સંભારણા દિવસ તરીકે મનાવવામા આવી રહ્યો છે. ગત વર્ષે દેશમાં પોતાની ફરજ દરમિયાન 576 જેટલા પોલીસ જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, તેમને આ પોલીસ સંભારણા દિવસે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી, જેની તસવીરો અહીં રજુ કરવામાં આવી છે.

ભોપાલ

ભોપાલ

ભોપાલમાં પોલીસ સંભારણા દિવસે શહીદ થયેલા પોલીસકર્મીને શ્રદ્ધાંજલિ અર્પી રહેલા પરિવારજનો.

ભાવુક થયો પરિવાર

ભાવુક થયો પરિવાર

ભોપાલમાં પોલીસ સંભારણા દિવસે પોલીસકર્મીને તેની શહાદત બદલ શ્રદ્ધાંજલિ અર્પવામાં આવતીવેળા તેમનો પરિવાર ભાવુક થયો હતો.

જમ્મૂ

જમ્મૂ

જમ્મૂમાં પોલીસ સંભારણા દિવસે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

ઓમર અબ્દુલ્લા રહ્યા ઉપસ્થિત

ઓમર અબ્દુલ્લા રહ્યા ઉપસ્થિત

શ્રીનગરમાં પોલીસ સંભારણા દિવસે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પવા માટે યોજાયેલા કાર્યક્રમમાં જમ્મૂ અને કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ઉપસ્થિત રહ્યાં હતા.

જલંધર

જલંધર

જલંધરમાં પોલીસકર્મીને શ્રદ્ધાંજલિ અર્પી રહેલા પરિવારજનો.

મહિલા પોલીસ

મહિલા પોલીસ

શ્રીનગરમાં પોલીસ સંભારણા દિવસ કાર્યક્રમમા ઉપસ્થિત રહેલી મહિલા પોલીસકર્મી.

પંજાબ ડીજીપીએ અર્પી શ્રદ્ધાંજલિ

પંજાબ ડીજીપીએ અર્પી શ્રદ્ધાંજલિ

જલંધરમાં પંજાબના ડીજીપી સુમેધ સિંહ સાઇનીએ શહીદ થયેલા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

રક્તદાન શીબીર

રક્તદાન શીબીર

પોલીસ સંભારણા દિવસે જેવાનમા રક્તદાન શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું, આ તકે જમ્મૂ અને કાશ્મિર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કેમ્પની મુલાકાત લીધી હતી.

શહીદોને સલામ

શહીદોને સલામ

શ્રીનગરમાં જમ્મૂ અને કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને જમ્મૂ અને કાશ્મિર પોલીસના ડિરેક્ટર જનરલ અશકો પ્રસાદે શહીદોને સલામી આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

શહીદોને ફૂલાર્પણ

શહીદોને ફૂલાર્પણ

જમ્મૂ અને કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પોલીસ સંભારણા દિવસે જેવાનના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે શહીદોને ફૂલાર્પણ કર્યા હતા.

અબ્દુલ્લાની પત્રકાર પરિષદ

અબ્દુલ્લાની પત્રકાર પરિષદ

જમ્મૂ અને કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પોલીસ સંભારણા દિવસે પત્રકાર પરિષદ સંબોધી હતી.

દિલ્હીમાં શહીદોને શ્રદ્ધાંજલિ

દિલ્હીમાં શહીદોને શ્રદ્ધાંજલિ

પોલીસ સંભારણા દિવસે નવી દિલ્હીમાં શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

પોલીસ પરેડ

પોલીસ પરેડ

નવી દિલ્હી ખાતે પોલીસ સંભારણા દિવસે પોલીસ પરેડનુ આયોજન કરવામાં આવ્યું હતું.

રાઇફલનું ડેમોન્સ્ટ્રેટ

રાઇફલનું ડેમોન્સ્ટ્રેટ

સિકન્દરાબાદમાં પરેડ ગ્રાઉન્ડ્સ પર પોલીસ સંભારણા દિવસ નીમિત્તે એક્સ 95 એસલ્ટ રાઇફલનું ડેમોન્સ્ટ્રેટ કરી રહેલા બીએસએફના જવાનો.

English summary
Every year on October 21, rich tributes are paid to the policemen who sacrifice their lives while discharging their duties. The day is observed as the National Police Commemoration Day, in their remembrance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X