તસવીર: રોયલ કપલ વિલિયમ અને કેટ મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને
ભારતની વિદેશ યાત્રા પર આવેલા રોયલ કપલ પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેટ મિડિલટન મુંબઇમાં કેટલીક ખાસ યાદો માણીને સોમવારે સાંજે રાજધાની દિલ્હી પહોંચ્યા હતા. હૈદરાબાદ હાઉસમાં રોયલ કપલ પ્રિન્સ વિલિયમ અને કેટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આજે વડાપ્રધાન આ રોયલ કપલ સાથે લંચ માણશે. વધુમાં 14મી એપ્રિલે રોયલ કપલ દિલ્હીથી ભૂટાન જવા રવાના થશે.
જો કે દિલ્હી પહોંચીને તેમણે ગાંધી સ્મૃતિ અને પછી ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ પર જઇને શહીદોને શ્રદ્ઘાંજલિ અર્પી હતી. અને રાજધાટ પર જઇને મહાત્મ ગાંધીને પણ પુષ્પાજંલિ અર્પી હતી. અને ત્યારબાદ સામાજિક સંસ્થાઓની મુલાકાત પણ લીધી હતી. ત્યારે આજે તેમનો કાર્યક્રમ શું રહેશે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હૈદરાબાદ હાઉસ ખાતે મુલાકાત
પ્રિન્સ વિલિયમ અને ડચિસ કેટ આજે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની લંચ માટે આમંત્રિત કર્યા હતા.

મહાત્મા ગાંધીને કર્યા યાદ
દિલ્હી પહોંચ્યા બાદ પ્રિન્સ વિલિયમ અને કેટે રાજધાટ જઇને મહાત્મા ગાંધીને શ્રદ્ઘાજંલિ અર્પી હતી. વાઇટ ડ્રેસમાં કેટ અને બ્લુ શૂટ વિલિયમ આકર્ષક લાગતા હતા.

જવાનોને કર્યા યાદ
તે વાત તો બધા જ જાણે છે પ્રિન્સ વિલિયમ પણ બ્રિટિશ સેનાનો એક ભાગ છે અને એક સૈનિક તરીકે તે સેના અને સૈનિકોના જીવનને યોગ્ય રીતે સમજી શકે છે ત્યારે ઇન્ડિયા ગેટ પર તેમણે વોર મેમોરિયલમાં શહિદ જવાનોને પણ શ્રદ્ઘાંજલિ આપી હતી.

સ્ટાર્ટઅપ ઇન્ડિયા
સાથે જ કેટ અને વિલિયમે સ્ટાર્ટઅપના યુવાન ઉદ્યમીઓ વિષે પણ માહિતી મેળવી હતી. અને તે આ યુવાન લોકોના વિચારોથી પ્રભાવિત થયા હતા.

ડ્રેસના કારણે થયો વિવાદ
જો કે દિલ્હીના અમર જવાન જ્યોતિ સ્મારક આગળ પુષ્પાજંલિ અર્પતી વખતે કેટનો ડ્રેસ હવામાં અચાનક જ ઊંચો થઇ જતા સોશ્યલ મીડિયા પર આવા ફોટો વાયરલ થતા વિવાદ પણ થયો હતો.

રાણીનો બર્થ ડે
વળી દિલ્હીમાં રાણી એલિઝાબેથ બીજાના 90મી વર્ષગાંઠ નિમિત્તે દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પણ પ્રિન્સ અને કેટ તલવારથી બ્રિટિશ સ્ટાઇલમાં રાણી વતી બર્થ ડે કેક પણ કાપી હતી.

બાળકો સાથે કેટ ચિત્ર દોરવા બેઠી
દિલ્હીમાં કેટ અને પ્રિન્સ વિલિયમે સલામ બાળક નામની સામાજિક સંસ્થાની મુલાકાત પણ લીધી હતી. જ્યાં કેટ બાળકો સાથે ડ્રોઇંગ પર પણ હાથ અજમાવ્યો હતો.
-
ટ્રમ્પ ટેરિફ: દવાઓ પર લાગશે 100% ટેરિફ! ટ્રમ્પે મેટલ ઈમ્પોર્ટના નિયમો કડક કર્યા, ભારત પર કેટલી અસર થશે? -
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત



Click it and Unblock the Notifications
