જેમ્સ બોન્ડે કહ્યું કે દગાથી કરાવી પાન બહારની એડ...

Posted By:
Subscribe to Oneindia News

જેમ્સ બોન્ડ એટલે કે પિયર્સ બ્રોસ્નાન હાલમાં જ પાન બહારની એડમાં જોવા મળ્યા. હવે હોલિવુડ સુપરસ્ટાર પિયર્સ બ્રોસ્નાનનું કહેવું છે કે પાન બહારની એડમાં તેમની છબીનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમને આગળ કહ્યું કે તેમના નામ અને ચહેરાનો ખોટો ઉપયોગ કરીને લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડવાવાળી વસ્તુનું વિજ્ઞાપન કરાવવામાં આવ્યું.

pierce brosnan

તેમને પીપલ મેગેજીનમાં આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેમનો કોન્ટ્રાક્ટ પુરી રીતે પ્રાકૃતિક અને તમ્બાકુ અને સુપારી રહિત વસ્તુ માટે હતો. જેમ્સ બોન્ડના આવા નિવેદનથી સાફ જણાય છે કે તેમની સાથે કોન્ટ્રાક્ટનું પાલન કરવામાં આવ્યું નથી.

pierce brosnan

ડોક્ટરોનું કહેવું છે કે પાન મસાલામાં હાનિકારક તત્વો હોય છે. જેનાથી કેન્સરનો ખતરો પણ થાય છે. સાથે સાથે નિયમો મુજબ આવા પ્રોડક્ટના વિજ્ઞાપનમાં ચેતવણી આપવી પણ ખુબ જ જરૂરી છે. જયારે પાન બહારના વિજ્ઞાપનમાં કોઈ જ ચેતવણી આપવામાં આવી નથી.

pierce brosnan

પિયર્સ બ્રોસ્નાનનું કહેવું છે કે કેન્સરને કારણે તેની પત્ની અને દીકરીનું મૃત્યુ થયા પછી તેઓ એવા જ પ્રોગ્રામનું સમર્થન કરે છે જે હેલ્થ માટે લાભકારક હોય. આપને જણાવી દઈએ કે ભારતમાં લાખો લોકો તમ્બાકુ ચાવે છે. જેમાંથી ઘણા લોકો મોઢા અને ગાળાના કેન્સરનો શિકાર બને છે.

pierce brosnan
English summary
Pierce brosnan speaks up on pan bahar advertisement
Please Wait while comments are loading...