For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયોજન પંચે ગરીબીના આંકડા ખોટા હોવાની વાત સ્વીકારી

|
Google Oneindia Gujarati News

montek-singh-ahaluwalia
નવી દિલ્હી, 30 જુલાઇ : ગરીબીના નવા આકલનથી પોતાને દૂર રાખવાના પ્રયત્નમાં આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ અહલુવાલિયાએ જણાવ્યું કે આ આંકડાઓ એક ખાસ જૂથ દ્વારા સૂચિત કરવામાં આવેલી પદ્ધતિ પર આધારિત છે. તેમાં સુધારાની જરૂર છે.

અહલૂવાલિયાએ જણાવ્યું કે "તેંદુલકર સસમિતીએ સૂચલેવી પદ્ધતિ ના આંકડા અનુસાર દેશમાં ગરીબીની સંખ્યા 22 ટકા થાય છે. હું એ બાબત સાથે સહમત છું છે આ રેખા નીચે છે." વિવાદિત ગરીબી રેખાના વિરોધમાં કોંગ્રેસે દર્શાવેલી શંકા અંગે અહલૂવાલિયાએ જણાવ્યું કે "કપિલ સિબ્બલે જણાવ્યું છે કે વર્તમાન પદ્ધતિ કાલ્પનિક છે અને આપણે તેમાં સુધારો કરવાની જરૂર છે. અમે પણ આ બાબત સાથે સહમત છીએ."

આયોજન પંચના નવા આંકડા અનુસાર ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-05માં 37.2 ટકા હતું જે વર્ષ 2011-12માં ઘટીને 21.9 ટકા રહી ગયું છે. તેનું કારણ પ્રતિ વ્યક્તિ વપરાશમાં વૃદ્ધિ છે.

આ આંકડા આયોજન પંચે સુરેશ તેંદુલકર સમિતી દ્વારા સૂચવવામાં આવેલી પદ્ધતિ પર તૈયાર કર્યા છે. સમિતીએ સ્વાસ્થ્ય, શિક્ષણ ઉપરાંત દૈનિક આહારમાં લેવામાં આવનારી કેલરી પર થનારા ખર્ચને પણ શહેરો અને ગ્રામ્ય વિસ્તારો માટે ગરીબી રેખાના માપદંડ બનાવ્યા હતા.

English summary
Planning Commission accepted poverty figures are wrong
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X