PM - સોનિયાએ મુઝફ્ફરનગરના રમખાણ પીડિતોની વેદના સાંભળી

અહીં તેમણે બસ્સાકલાં રાહત શિબિરમાં પીડિતો સાથે મુલાકાત કરીહતી. મનમોહન સિંહે કહ્યું કે યુપી સરકારને આ મુદ્દે પૂરતો સહકાર આપવામાં આવશે. સરકાર વિસ્થાપિતાના પુનર્વસન માટે ઝડપી પગલાં લેશે. આ સાથે વડાપ્રધાને રમખાણ માટે દોષી લોકોને તાત્કાલિક સજા થશે તેવી બાહેંધરી પણ આપી હતી.
સોનિયા ગાંધીએ અહીં સુરક્ષાથી બહાર જઈ લોકો સાથે મુલાકાત કરી હતી, અને તેમની પાસેથી ચિઠ્ઠીઓ પણ લીધી હતી. મનમોહન સિંહે અહીં વૃદ્ધ અને અન્ય પીડિતોનું દુખ દર્દ સાંભળ્યું તો, સોનિયા ગાંધીએ અહીં મહિલાઓના ખબર અંતર પૂછ્યા હતા. તો વળી રાહુલ ગાંધીએ યુવાનોને સાંત્વના આપી હતી. બસ્સીકલાંમાં પીડિતોની મુલાકાત લીધા બાદ તેઓ તાવલી શિબિર માટે રવાના થયા હતા.
અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે અહી કહ્યુ કે તેઓ સ્થાનિક લોકોના દુખમાં તેમની સાથે છે. અખિલેશ યાદવે આશ્રિતોને 10 લાખ રૂપિયાની સાથે સાથે પરિવારના એક સભ્યને નોકરી આપવાની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
