આજે એફડીઆઇ મુદ્દે વડાપ્રધાન દેશવાસીઓ સમક્ષ સ્પષ્ટતા કરશે

Manmohan Singh
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર : દેશમાં એફડીઆઇ મુદ્દે ઉભા થયેલા ભારે વિરોધને પગલે વડાપ્રધાન મનમોહન સિંહ દેશના નાગરિકોને રિટેલમાં એફડીઆઇના નિર્ણય પાછળના કારણો અંગે સ્પષ્ટતા કરશે અને તેના ફાયદા અંગે જાણ કરશે.

વડાપ્રધાન પોતાનો પ્રજાજોગ સંદેશ લેખિત સંદેશારૂપે અથવા ટેલિવિઝનમાં સંબોધીને આપે એવી શક્યતા છે. જેમાં વડાપ્રધાન રિટેલમાં મલ્ટી બ્રાન્ડ એફડીઆઇને મંજૂરી શા માટે આપવામાં આવી તે અંગે સ્પષ્ટતા કરશે. આ સાથે તેઓ ભારતીય અર્થતંત્ર સામે આવેલા પડકારો અંગે પણ વાત કરી શકે છે. તેઓ આર્થિક વિકાસ અને રોજગારી સર્જન માટે લેવામાં આવી રહેલા પગલાઓની વાત કરશે.

વડાપ્રધાન પોતાના સંદેશમાં શું કહે છે તે જાણવા માટે સૌ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. વડાપ્રધાનના સંદેશની અસર શેરબજાર અને અન્ય માર્કેટ ઉપર પડવાની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X