Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પીએમ મોદીની દેશવાસીઓને અપીલ, 10 લોકોને ફોન કરો

દેશ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રના નામે સંબોધનમાં લોકોને અપીલ કરી છે કે તમે લોકોને આ વાયરસ વિશે જાગૃત કરો.

દેશ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રના નામે સંબોધનમાં લોકોને અપીલ કરી છે કે તમે લોકોને આ વાયરસ વિશે જાગૃત કરો. પીએમ મોદીએ પોતના સંબોધનમાં કહ્યુ કે સંભવ હોય તો દરેક વ્યક્તિ રોજ કમસે કમ 10 લોકોને ફોન કરીને કોરોના વાયરસથી બચવાના ઉપાયો સાથે જનતા કર્ફ્યુ વિશે પણ જણાવે. પીએમે કહ્યુ કે સાથીઓ, જનતા કર્ફ્યુ એક રીતે આપણા માટે, ભારત માટે એક પરીક્ષા જેવુ હશે.

narendra modi

ફરજોનુ પાલન કરો

પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા બે મહિનામાં, 130 કરોડ ભારતીયોએ દેશના દરેક નાગરિકે દેશની સામે આવેલા આ સંકટને પોતાનુ માન્યુ છે. ભારત મમાટે સમાજ માટે તેનાથી જે બન્યુ તેણે કર્યુ છે. મને ભરોસો છે કે આવનારા સમયમાં પણ તમે પોતાની ફરજોને પોતાના કર્તવ્યોને આ રીતે નિભાવશો. હા, હું માનુ છુ કે આવા સમયમાં અમુક મુશ્કેલીઓ પણ આવે છે. આશંકાઓ અને અફવાઓનુ વાતાવરણ પણ પેદા થાય છે.

જરૂરી વસ્તુઓની કમી નહિ થાય

આ સાથે જ પીએમે કહ્યુ કે હું દેશવાસીઓને આ વાત પણ આશ્વસ્ત કરુ છુ કે દેશમાં દૂધ, ભોજનનો સામાન, દવાઓ, જીવન માટે જરૂરી વસ્તુઓની કમી ન થાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. સંકટના આ સમયમાં મારો દેશના વેપારી જગત, ઉચ્ચ આય વર્ગને આગ્રહ છે કે જો સંભવ હોય તો તમે જે જે લોકોની સેવાઓ લો છે, તેના આર્થિક હિતોનુ ધ્યાન રાખો. આ કોરોના જેવ વૈશ્વિક મહામારી સામે લડાઈ માટે ભારત કેટલો તૈયાર છે એ જોવા અને પરખવાનો સમય છે. તમારા આ પ્રયાસો વચ્ચે જનતા કર્ફ્યુના દિવસે 22 માર્ચે હું તમારી પાસે વધુ એક સહયોગ ઈચ્છુ છુ.

રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ન જાવ

પીએમે કહ્યુ કે સંકટના આ સમયમાં તમારે એ પણ ધ્યાન રાખવાનુ છે કે આપણી જરૂરી સેવાઓ પર, આપણી હોસ્પિટલો પર દબાણ સતત વધી રહ્યુ છે. આના માટે મારો તમને આગ્રહ છે કે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ન જાવ. હું ઈચ્છુ છુ કે 22 માર્ચે રવિવારના દિવસે આપણે એવા બધા લોકોનો આભાર માનીએ. રવિવારે બરાબર 5 વાગે પોતાના ઘરના દરવાજા પર ઉભા રહીને, બાલ્કનીમાં ઉભા રહીને, બારી સામે ઉભા રહીને 5 મિનિટ સુધી આવા લોકોનો આભાર માનીએ.

22 માર્ચે સાંજે 5 વાગે સાયરનના અવાજથી સૂચના પહોંચાડો

દેશના સ્થાનિક પ્રશાસનને પણ મારો આગ્રહ છે કે 22 માર્ચે 5 વાગે સાયરનના અવાજથી આની સૂચના લોકો સુધી પહોંચાડો. સેવા પરમો ધર્મા આપણા સંસ્કારોને માનનારા દેશવાસીઓ માટે આપણી પૂરી શ્રદ્ધા સાથે પોતાના ભાવ વ્યક્ત કરવો પડશે. મારો એક આગ્રહ છે કે આપણા પરિવારમાં જે સીનિયર સીટિઝન્સ હોય 65 વર્ષની વયની ઉપરના હોય તે આવનારા અમુક સમય ઘરની બહાર ન નીકળે. મારી બધા દેશવાસીઓને આગ્રહ છે કે આવનારા અમુક સપ્તાહ, બહુ જરૂરી ન હોય તો પોતાના ઘરેથી બહાર ન નીકળો. જેટલુ સંભવ હોય તમે તમારુ કામ ભલે તે બિઝનેસ સાથે જોડાયેલુ હોય, પોતાના ઘરેથી જ કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X