30 એપ્રિલ સુધી લંબાઈ શકે છે લૉકડાઉન, રાજ્યોની માંગ પર PM મોદીએ દર્શાવી સંમતિ
મુખ્યમંત્રીઓએ લૉકડાઉનને વધુ બે સપ્તાહ લંબાવવા પર જોર આપ્યુ જેના પર પીએમ મોદીએ પણ પોતાની સંમતિ દર્શાવી છે.
દેશમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લગાવવામાં આવેલ દેશવ્યાપી લૉકડાઉનનો સમય મંગળવારે સમાપ્ત થઈ રહ્યો છે. આને જોતા શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી ચર્ચા કરી. બેઠકમાં મોટાભાગના મુખ્યમંત્રીઓએ લૉકડાઉનને વધુ બે સપ્તાહ લંબાવવા પર જોર આપ્યુ જેના પર પીએમ મોદીએ પણ પોતાની સંમતિ દર્શાવી છે. પીએમ મોદીના કથન બાદ લૉકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવી શકે છે. જો કે હજુ સુધી કી અધિકૃત પુષ્ટિ કરવામાં આવી નથી.

પીએમ મોદીએ આ વાત પર આપ્યુ જોર
તમને જણાવી દઈએ કે પીએમ મોદી સાથે બેઠકમાં દેશના 13 મુખ્યમંત્રીઓએ ભાગ લીધો. આ દરમિયાન દિલ્લી, મહારાષ્ટ્ર, પંજાબ અને ઉત્તર પ્રદેશ સરકાર સહિત બધાએ પીએમ મોદીને લૉકડાઉન લંબાવવા પર જોર આપ્યુ છે. લૉકડાઉન પર પીએમ મોદીએ કહ્યુ, ‘જાન હે તો જહાન હે, જ્યારે મે રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો હતો, તો શરૂઆતમાં બળ આપ્યુ હતુ કે દરેક નાગરિકનો જીવ બચાવવા માટે લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન બહુ જરૂરી છે, દેશના મોટાભાગના લોકોએ આ વાતને સમજી અને ઘરોમાં રહીને પોતાની ફરજ નિભાવી.'
|
જાન અને જહાને બંનેની ચિંતા કરવી જરૂરી
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગળ કહ્યુ, ‘હવે ભારતના ઉજ્વળ ભવિષ્ય, સમૃદ્ધ અને સ્વસ્થ ભારત માટે જાન પણ જહાન પણ, બંને પાસાંઓ પર ધ્યાન આપવુ જરૂરી છે. જ્યારે દેશનો દરેક નાગરિક જાન પણ અને જહાન પણ બંનેની ચિંતા કરીને પોતાની ફરજને નિભાવશે, સરકાર અને પ્રશાસનના દિશા-નિર્દેશનુ પાલન કરશે ત્યારે આ સંકટથી છૂટકારો મેળવી શકાય છે.'
|
કેન્દ્ર સરકાર કરી રહી છે વિચાર
સૂત્રોની માનીએ તો લૉકડાઉન લંબાવવા માટે મોટાભાગના રાજ્યોના અનુરોધ પર કેન્દ્ર સરકાર લૉકડાઉનને 2 સપ્તાહ માટે આગળ લંબાવવા પર વિચાર કરી રહી છે. બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ, હું તમારા માટે 24 કલાક સાતે દિવસ ઉપલબ્ધ છુ. દેશના બધા મુખ્યમં6 કોઈ પણ સમયે મને કોરાના પર પોતાની સલાહ આપી શકે છે. કોરોના સામે આપણે ખભેથી ખભા મિલાવીને ઉભા રહેવાની જરૂર છે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યુ સૂચન
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને દેશવ્યાપી લૉકડાઉન લંબાવવાનુ સૂચન કર્યુ છે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે લૉકડાઉનની સમય સીમા રાજ્ય સરકારોએ નક્કી કરવી જોઈએ ત્યારે કોરોના વાયરસ સામે આપણી લડાઈ કારગર સાબિત થશે.












Click it and Unblock the Notifications
