Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદીના જન્મદિવસ પર ખાલી શુભેચ્છા નહીં, તેમની સાથે રમો પણ!

શું આપ 'બર્થડે બોય' વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માંગો છો? તો આપ ન માત્ર તેમને મળી શકો છો પણ આપ તેમની સાથે રમી પણ શકો છો. જોકે, તે 56 ઇંચની છાતીવાળા નથી પણ 15 ઇંચનાં જ છે. અને 'મુલાયમ' પણ. તમને જાણીને નવાઇ લાગશે પણ સોફ્ટ ટોયની દુનિયામાં પણ હવે નરેન્દ્ર મોદી છવાઇ જવાના છે. કારણ કે હાલમાં જ તેમના જેવા દેખાતા સોફ્ટ ટોય રમકડાં બજારમાં આવ્યા છે.

PM Modi's Birthday, You can have him as your gift toy

જાણીને નવાઇ લાગશે પણ ટીક્કલસ નામની કંપની દ્વારા મોદી જેવા દેખાતા રમકડાં બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં આ રમકડું મોદીનાં ટ્રેડમાર્ક સમાં ભગવા કુર્તા, સફેદ પાયજામાં અને સફેદ જેકેટમાં સજ્જ પણ છે. અને ઈ કોમર્સ સાઈટ પર 'ટીક્કલસ નરેન્દ્ર મોદી' કરી સર્ચ કરતા તમે તેને ખરીદી પણ શકશો. કારણ કે આ સાઇટ પર તે અઢળક પોશાકોમાં દેખાય છે. એટલું જ નહીં ફ્લીપકાર્ટ પર અત્યારે ખાસ ઓફર છે અને તે આ ટોય માત્ર Rs. 958 માં આપી રહી છે, અને તેની પર 52% ડીસકાઉંટ પણ, કારણ કે આજે નરેન્દ્ર મોદીનો બર્થ ડે છે ને!

ત્યારે બધી જગ્યાએ જ્યારે બ્રાન્ડ મોદી ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે રમકડાની દુનિયા પણ તેમાથી બાકાત નથી રહી. અને આવનારા દિવસોમાં કદાચ મોદીજીનું આ રમકડું પણ તેમના જેવું ફેમસ ના થઇ જાય તો નવાઇ નહીં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X