Video : પીએમ મોદીએ ઈસરો ચીફ એસ. સોમનાથને ફોન કરીને અભિનંદન આપ્યા, જાણો શું કહ્યું?

ભારતે અવકાશમાં ઐતિહાસિક કદમ રાખતા ચંદ્રની ધરતી પર પોતાનું વિક્રમ લેન્ડર ઉતારી દીધુ છે. આ લેન્ડિંગ સાથે જ ભારત ચંદ્રના સાઉથ પોલ પર કદમ રાખનારો પહેલો દેશ બની ગયો છે. ઈસરોની આ સફળતા પર પીએમ મોદીએ ઈસરો ચીફ એસ. સોમનાથને અભિનંદન પાઠવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલન માટે દક્ષિણ આફ્રિકાના જ્હોનિર્સબર્ગમાં છે અને અહીંથી જ તેમને દેશને સંબોધન કર્યુ હતુ. ઈસરો દ્વારા વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાન ચંદ્રની સપાટી પર સફળતાપુર્વક ઉતરી ગયાની જાહેરાત બાદ પીએમ મોદીએ ઈસરો ચીફને ફોન કરીને અભિનંદન આપ્યા.

 ISRO Chief S. Somnath

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, જ્યારે આપણે આપણી આંખો સામે ઈતિહાસ રચાતા જોઈએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આ ક્ષણ અવિસ્મરણીય છે. આ ક્ષણો અસાધારણ છે. આ ક્ષણ વિકસિત ભારતનો અવાજ છે. નવા ભારત માટે બૂમો પાડવાની આ ક્ષણ છે. મુશ્કેલીઓના સાગરને પાર કરવાની આ ક્ષણ છે. વિજયના ચંદ્રમાર્ગ પર ચાલવાની આ ક્ષણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે અને દરેક ભારતીય ઉજવણીમાં ડૂબી ગયો છે. દરેક ઘરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. મારા હૃદયથી હું આ ઉત્સાહ અને ઉલ્લાસમાં મારા દેશવાસીઓ અને મારા પરિવારના સભ્યો સાથે પણ જોડાયેલું છું. હું ટીમ ચંદ્રયાન, ઈસરો અને દેશના તમામ વૈજ્ઞાનિકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું જેમણે આ મિશન માટે વર્ષોથી સખત મહેનત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X