• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન અંગે મંગળવારે મોટુ એલાન કરી શકે છે પીએમ મોદી, નવા નિયમો સાથે થશે લાગુઃ સૂત્ર

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારા બાદ 21 દિવસો માટે લાગુ દેશવ્યાપી લૉકડાઉન આગળ લંબાવવા અંગે ચર્ચાએ જોર પકડ્યુ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એવી સંભાવના છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી એક મંગળવારે દેશને સંબોધિત કરી શકે છે જેમાં લૉકડાઉન વિશે કંઈક મોટુ એલાન કરી શકે છે. તમને જણાવી દઈએ કે કાલે એટલે કે 11 એપ્રિલે પીએમ મોદી દેશના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા લૉકડાઉન પર ચર્ચા કરવાના છે.

ઓરિસ્સાએ લંબાવ્યુ લૉકડાઉન, કેન્દ્રની પણ કરી અપીલ

ઓરિસ્સાએ લંબાવ્યુ લૉકડાઉન, કેન્દ્રની પણ કરી અપીલ

તમને જણાવી દઈએ કે પીએમ મોદીના એલાન પહેલા જ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યમાં લૉકડાઉન લંબાવીને 30 એપ્રિલ, 2020 સુધીકરી દીધુ છે. સીએમ નવીન પટનાયકે કેન્દ્ર સરકારને પણ લૉકડાઉન લંબાવવાની અપીલ કરી છે. સૂત્રો મુજબ ઓરિસ્સા ઉપરાંત બીજા ઘણા રાજ્યો છે જે લૉકડાઉન લંબાવવા પક્ષમાં છે જો કે આના પર અંતિમ નિર્ણય શનિવારે યોજાનારી બેઠકમાં લેવાઈ શકે છે.

ફેરફાર સાથે લંબાઈ શકે છે લૉકડાઉન

ફેરફાર સાથે લંબાઈ શકે છે લૉકડાઉન

સૂત્રોનુ કહેવુ છે કે કોરોના સંકટને જોતા દેશવ્યાપી લૉકડાઉન લંબાવાઈ શકે છે પરંતુ આ વખતે ઘણા ફેરફાર કરવામાં આવી શકે છે. જરૂરી સેવાઓને છોડીને આંતરરાજ્ય પ્રતિબંધિત રહેશે. શાળા, કોલેજ અને ધાર્મિક સંસ્થાઓ પણ બંધ રહેવાની સંભાવના છે. સૂત્રોએ કહ્યુ કે લાંબા સમયથી બંધને કારણે આર્થિક નુકશાનને કારણે અમુક ક્ષેત્રોમાં વિશેષ છૂટની અનુમતિ આપવામાં આવી રહી છે પરંતુ સામાજિક અંતરના પાલન સાથે.

દેશની અર્થવ્યવસ્થા પર પડી રહી છે અસર

દેશની અર્થવ્યવસ્થા પર પડી રહી છે અસર

કોરોના વાયરસના કારણે લૉકડાઉનમાં બધુ બંધ છે જેની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઈ)એ પોતાની મૌદ્રિક નીતિ રિપોર્ટમાં કહ્યુ છે કે કોરોના વાયરસના પ્રકોપથી ભારતના આર્થિક સુધાર માટે દ્રષ્ટિકોણમાં ઝડપથી ફેરફાર આવ્યો છે. કોરોનાનો સૌથી ખરાબ અસર વિમાન ક્ષેત્રમાં થઈ છે. સૂત્રો મુજબ આ દરમિયાન જો લૉકડાઉન લંબાશે તો એરલાઈન્સને ધીમે ધીમે પરિચાલનની ફરીથી શરૂ કવરાની અનુમતિ આપવામાં આવી શકે છે પરંતુ મુસાફરો વચ્ચે એક ખાલી સીટ છોડવી પડશે.

દેશમાં સામાજિક ઈમરજન્સીની સ્થિતિઃ પીએમ મોદી

દેશમાં સામાજિક ઈમરજન્સીની સ્થિતિઃ પીએમ મોદી

અધિકારીઓનુ કહેવુ છે કે ભારતમાં 600થી વધુ જિલ્લાઓમાંથી 75માં કોરોના વાયરસનો પ્રકોપ વધુ જોવામાં આવ્યો છે. આનાથી સરકારને સંકટના સારા મેનેજમેન્ટમાં મદદ મળશે. બુધવારે બધા દલોના નેતાઓ સાથે એક વીડિયો મીટિંગમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ‘સરકારની પ્રાથમિકતા પ્રત્યેક જીવનને બચાવવાની છે. દેશમાં સ્થિતિ એક સામાજિક ઈમરજન્સી જેવી છે આના માટે કડક નિર્ણયોની જરૂર છે અને આપણે નિરંતર સતર્ક રહેવુ જોઈએ.'

લૉકડાઉનથી ધીમુ થયુ સંક્રમણ

લૉકડાઉનથી ધીમુ થયુ સંક્રમણ

બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે કોવિડ-19 બાદ જીવન ફરીથી નહિ હોય. વીડિયો કૉન્ફરન્સમાં કથિત રીતે રાજકીય નેતાઓને કહેવામાં આવ્યુ હતુ કે દેશમાં મોટાપાયે વ્યવહાર, સામાજિક અને વ્યક્તિગત બદલાવ થવાની જરૂર છે. વિદેશ મંત્રાલયના અધિક સચિવ વિકાસ સ્વરૂપે કહ્યુ કે ભલે પીએમ મોદી દ્વારા લાગુ કરવામાં વેલ ત્રણ સપ્તાહના લૉકડાઉને અર્થવ્યવસ્થા અને હજારો ગરીબ શ્રમિકોને પ્રભાવિત કર્યા હોય પરંતુ આનાથી સંક્રમણનો દર ધીમો થયો છે.

આ પણ વાંચોઃ કોરોના સામે લડાઈમાં અક્ષયે ફરીથી જીત્યુ દિલ, હવે BMCને આપ્યા આટલા કરોડઆ પણ વાંચોઃ કોરોના સામે લડાઈમાં અક્ષયે ફરીથી જીત્યુ દિલ, હવે BMCને આપ્યા આટલા કરોડ

English summary
PM Modi can make big announcement regarding lockdown on Tuesday: sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X