ભારત દર વર્ષે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવશે, પીએમ મોદીએ કરી ઘોષણા
PM Announces National Space Day: 23 ઓગસ્ટના ઐતિહાસિક દિવસે, ભારતનું ચંદ્ર મિશન સફળ થયું અને 'ચંદ્રયાન-3' ચંદ્રની સપાટી પર ઉતર્યું. વડાપ્રધાન મોદીએ આજે આ સંદર્ભમાં ભાષણ આપ્યું હતું. પોતાના ભાષણમાં ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરતા PM એ કહ્યું કે આજથી ભારત દર વર્ષે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવશે.
આટલું જ નહીં પીએમે ઉતરાણ સ્થળનું નામ પણ જાહેર કર્યુ છે. PM એ કહ્યું કે "તમે 'મેક ઇન ઇન્ડિયા'ને ચંદ્ર સુધી લંબાવ્યું છે. હું દેશવાસીઓને કહેવા માંગુ છું. દક્ષિણ ભારતથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધીની સફર સરળ ન હતી. કૃત્રિમ ચંદ્ર બનાવવામાં આવ્યો અને વિક્રમ લેન્ડર લૉન્ચ કરવામાં આવ્યું. આ સફળ હોવાનુ નિશ્ચિત હતુ.''

તમે તમારી સફળતાથી ભારતના યુવાનો પર મોટી અસર છોડી છે જે વિકસિત ભારતનો પાયો બનશે. 23 ઓગસ્ટે ભારતે ચંદ્ર પર ધ્વજ ફરકાવ્યો હતો. હવેથી, તે દિવસ ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઓળખાશે.
તેમણે એ પણ જાહેરાત કરી હતી કે ચંદ્ર પર જ્યાં લેન્ડર લેન્ડ થયુ તે જગ્યાને 'શિવ શક્તિ' તરીકે ઓળખવામાં આવશે અને ચંદ્રયાન-2 જ્યાં ટચ થયુ હતુ તેને 'તિરંગા પોઈન્ટ' તરીકે ઓળખવામાં આવશે. તેમણે કહ્યું, "ચંદ્રયાન-3નું મૂન લેન્ડર જે જગ્યા પર ઉતર્યુ તે 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે."
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી બેંગલુરુમાં ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં વૈજ્ઞાનિકોને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ દક્ષિણ આફ્રિકા અને ગ્રીસમાં હોવા છતાં તેમનું મન અહીં હતું કારણ કે ભારત ચંદ્રયાન-3ના સફળ ઉતરાણની તૈયારી કરી રહ્યું હતું. પીએમ મોદીએ ચંદ્રની સપાટી પર ભારતના ત્રીજા ચંદ્ર મિશનના લેન્ડિંગ સ્થળનું નામ પણ 'શિવ શક્તિ' રાખ્યું છે.
#WATCH | "On 23rd August, India hoisted flag on the Moon. From now onwards, that day will be known as National Space Day in India", says PM Modi pic.twitter.com/K16gbmUT2T
— ANI (@ANI) August 26, 2023
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
