Delhi Blastના પીડિતોને મળ્યા બાદ PM મોદીનું નિવેદન, કહ્યું- જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે

Delhi Blast: PM નરેન્દ્ર મોદી ભૂટાનથી પરત ફરતા સીધા LNJP હોસ્પિટલ પહોંચ્યા, ઘાયલોની મુલાકાત લીધી, કહ્યું- ષડયંત્રકારીઓને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.

Delhi Blast

દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા કાર બ્લાસ્ટના પીડિતોને મળવા માટે PM નરેન્દ્ર મોદી આજે બુધવારે દિલ્હીની LNJP હોસ્પિટલ પહોંચ્યા હતા. PM મોદી ભૂટાનનો પ્રવાસ પૂરો કરીને એરપોર્ટ પર ઉતર્યા બાદ સીધા જ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઘાયલોની મુલાકાત લીધી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી.

દોષિતોને છોડવામાં નહીં આવે

હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા બાદ PM મોદીએ આ ભયાનક ઘટના પર કડક વલણ અપનાવતા નિવેદન આપ્યું હતું.

PM મોદીએ જણાવ્યું કે,

"આ ષડયંત્ર પાછળ જે લોકો છે, તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે."

હોસ્પિટલના અધિકારીઓ અને ડોક્ટરોએ વડાપ્રધાનને વર્તમાન પરિસ્થિતિ અને ઘાયલોની સારવાર અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી.

દિલ્હી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 10નાં મોત

સોમવારે (10 નવેમ્બર) સાંજે રાષ્ટ્રીય રાજધાનીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટના બાદ દેશભરમાં અફરા-તફરીનો માહોલ છે અને અનેક સ્થળોએ હાઇ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમની LNJP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, PM મોદીએ ભૂટાન પ્રવાસ દરમિયાન પણ પોતાના પ્રથમ નિવેદનમાં કહ્યું હતું કે તપાસ એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરશે અને આ કાવતરા પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે. હોસ્પિટલની મુલાકાત દ્વારા તેમણે પીડિતો પ્રત્યે દેશની સંવેદના વ્યક્ત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X