વિશ્વ યોગ દિવસે PMએ કર્યું ખોટું આસન, તસવીર થઈ વાયરલ!

નવી દિલ્હી, 22 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ સરકારે અથાગ પ્રયાસો કરીને 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સફળતાપૂર્વક આયોજન કરી લીધું, પરંતુ રાજપથ પર આયોજિત આ વિશાળ યોગ સમરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી ભૂલ કરી દીધી, જેમને લોકોની ટીકાઓનો સામનો કરવો પડ્યો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40,000 લોકોની સાથે યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ તો બનાવી લીધો, પરંતુ ખોટા પદ્માસનના કારણે તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ તઇ ગઇ. યોગના સૌથી સરળ માનવામાં આવતા આસન પદ્માસનને યોગ્ય રીતે નહીં કરી શકવાની તેમની તસવીરો પર સોશિયલ મીડિયા પર ખૂબ બધી કમેન્ટ્સ કરવામાં આવી રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે.

narendra modi
અત્રે નોંધનીય છે કે રાજપથ પર યોગ કરવા દરમિયાન પદ્માસન કરતી વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બંને પગને યોગ્ય મુદ્રામાં ન્હોતા રાખી શક્યા. આવામાં તેમના કટ્ટર ટીકાકારોને બેઠા-બેઠા જ તેમની ટીકા કરવાની તક મળી ગઇ છે. અને તેમને સોશિયલ મીડિયામાં આડા હાથે લીધા છે.

આપને જણાવી દઇએ કે પહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ભારતે એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ યોગ દિવસ પર આયોજનમાં 5000 શાળાના બાળકોની સાથે લગભગ 40 હજાર લોકોએ યોગનો અભ્યાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X