રામ મંદિરની તૈયારીઓ વચ્ચે પહેલી વાર એકસાથે કાશીમાં દેખાશે પીએમ મોદી-મોહન ભાગવત

નવેમ્બર મહિનાની 12 તારીખ કાશીના લોકો માટે ખાસ હશે. આ દિવસે પીએમ નરેન્દ્ર મોદી કાશીના લોકો માટે દિવાળીની ભેંટ આપશે.

નવેમ્બર મહિનાની 12 તારીખ કાશીના લોકો માટે ખાસ હશે. આ દિવસે પીએમ નરેન્દ્ર મોદી કાશીના લોકો માટે દિવાળીની ભેંટ આપશે. વળી, સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ આગાની ચૂંટણી માટે રણનીતિ અને સંગઠનની ભૂમિકાને કારણે વારાણસીમાં હાજર રહેશે. આ પહેલી વાર બનશે જ્યારે સંઘ પ્રમુખ મોહન ભાગવત અને પ્રધાનમંત્રી મોદી એક સાથે કાશીમાં હાજર રહેશે.

2400 કરોડની પરિયોજનાનું લોકાર્પણ

2400 કરોડની પરિયોજનાનું લોકાર્પણ

કાશીના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ઘણી પરિયોજનાઓનું લોકર્પણ કરશે. આ દરમિયાન પીએમ મોદી 2400 કરોડની પરિયોજનાઓનું લોકોર્પણ કરશે. પીએમ મોદી કાશીમાં ગંગા જળ પરિવહનના સૌથી મુખ્ય મલ્ટી મોડલ વારાણસી ટર્મિનલ, બાબતપુર ફોરલેન અને રિંગ રોડનો શુભારંભ કરશે. આ દરમિયાન પીએમ મોદી એક જનસભાને પણ સંબોધિત કરશે.

મોહન ભાગવત પણ કાશીમાં રહેશે હાજર

મોહન ભાગવત પણ કાશીમાં રહેશે હાજર

બીજી તરફ પીએમ મોદીના પ્રવાસથી એક દિવસ પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવત પણમ વારાણસીના પ્રવાસે પહોંચશે. મોહન ભાગવત ત્રણ દિવસો સુધી વારાણસીમાં રહેશે. વારાણસીમાં પહેલી વાર મોહન ભાગવત અને પીએમ મોદી એક સાથે જોવા મળશે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ચાલી રહેલી ચર્ચાને જોતા ભાગવતના પ્રવાસને ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીના પ્રવાસ માટે તૈયારીઓ પૂરજોશમાં

પીએમ મોદીના પ્રવાસ માટે તૈયારીઓ પૂરજોશમાં

પ્રવાસી ભારતીય સંમેલનમાં આવનારા ભારતીય મૂળના લોકો સાથે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના મુદ્દા માટે પણ મંથન થશે. આ ઉપરાંત મહાકુંભ, હિંદુત્વ અને આગામી લોકસભા ચૂંટણીને જોતા રણનીતિ અને સંગઠનની ભૂમિકા પર પણ ચર્ચા થશે. પીએમ મોદી અને સંઘ પ્રમુખના વારાણસી પ્રવાસને જોતા રાજ્ય ભાજપ એકમ તૈયારીઓમાં લાગી ગયુ છે અને કાર્યક્રમની રૂપરેખા બનાવવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X