આજે વારાણસી પ્રવાસ પર પીએમ મોદી કરશે 2413 કરોડની યોજનાઓનું લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે. પીએમ આજે વારાણસીના લોકોને ઘણી પરિયોજનાઓને ભેટ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે. પીએમ આજે વારાણસીના લોકોને ઘણી પરિયોજનાઓને ભેટ આપશે. આજે પીએમ ઘણી યોજનાઓનું ઉદઘાટન કરશે. વારાણસીના લોકોને 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓની ભેટ આપશે. વારાણસી સ્થિત રિંગ રોગ ત્રણ રસ્તા પર આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદી ગંગા પર બનેલા પહેલા મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત નેશનલ હાઈવે-56ના બાબતપુરથી વારાણસી સુધી ફોર લેન વિસ્તરણ, વારાણસી રિંગ રોડ ફેઝ-1, સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત ઘણી બીજી યોજનાઓનું લોકર્પણ કરશે.

pm modi

પ્રધાનમંત્રી આજે કોલકત્તાથી આવનારા દેશના પહેલા જહાજના ઈનફ્લોના પણ સાક્ષી બનશે. વળી, બાબતપુર-વારાણસી એરપોર્ટ માર્ગ અને વારાણસી રિંગ રોડનું પણ લોકાર્પણ કરશે. પીએમ મોદી રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન હેઠળ એક પરિયોજનાનું પણ શિલાન્યાસ કરશે. સ્વચ્છ ગંગા મિશન હેઠળ એક પરિયોજનાનું શિલાન્યાસ પણ કરશે. પીએમ મોદી 759.36 કરોડના મૂલ્યથી બનનારા વારાણસી રિંગ રોડનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત મોદી ઈન્ટરનેશનલ ડાયવર્ઝન ઓફ ડ્રેન એન્ટ ટ્રીટમેન્ટ વર્ક એટ રામનગર-વારાણસીનું ઉદઘાટન કરશે. વળી, લહરતારા-કાશી હિંદુ વિશ્વવિદ્યાલય માર્ગ પર ઓવરબ્રીજ, વારાણસીમાં હેલીપોર્ટનું નિર્માણ, ડ્રાઈવર પ્રશિક્ષણ કેન્દ્ર સહિત ઘણી પરિયોજનાઓનું શિલાન્યાસ કરશે.

વળી, અન્તર્દેશીય જળ પરિવહનને પ્રોત્સાહન આપનારી મહત્વની પરિયોજનાનું ઉદઘાટન કરશે. વિશ્વબેંકની મદદથી બનેલા જળમાર્ગ વિકાસ પરિયોજના હેઠળ બનેલા ટર્મિનકને હલ્દિયા-વારાણસી વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગ-1 સુધી વિકસિત કરવામાં આવી રહ્યો છે. આમાં કુલ 5369.18 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ થશે. આની મદદથી 1500થી 2000 ટનના મોટા જહાજોની પણ અવરજવર સંભવ બની શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X