દેશમાં આજથી 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે મનાવવામાં આવશે બિરસા મુંડા જયંતિ, પીએમ મોદીએ કર્યુ એલાન
પીએમ મોદીએ કહ્યુ કે આજથી દરેક 15 નવેમ્બરે બિરસા મુંડાની જયંતિને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે મનાવવામાં આવશે.
નવી દિલ્લીઃ દેશમાં આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાની આજે 146મી જયંતિ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી બિરસા મુંડા સંગ્રહાલયનુ ઉદઘાટન કર્યુ છે. આ સંગ્રહાલય બિરસા મુંડાની યાદમાં રાંચીમાં બનાવવામાં આવ્યુ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના લોકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યુ કે આજથી દરેક 15 નવેમ્બરે બિરસા મુંડાની જયંતિને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે મનાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ ઐતિહાસિક નિર્ણય છે, જે રાષ્ટ્રએ આઝાદીના અમૃત મહોત્સવ પર લીધો છે.

આજનો દિવસ મારા માટે ભાવુક કરનારો છેઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મે મારા જીવનનો ઘણો સમય આદિવાસી ભાઈ-બહેનો અને બાળકો સાથે પસાર કર્યો છે, હું તેમની જિંદગીના ઘણા પાસાંઓથી પરિચિત રહ્યો છુ અને એ સારી રીતે જાણુ છુ કે તેમના માટે ભગવાન બિરસા મુંડાનુ શું મહત્વ છે. પીએમે કહ્યુ કે આજના દિવસ મને ભાવુક કરનારો છે. તમને જણાવી દઈએ કે વર્ચ્યુઅલ માધ્યમથી આયોજિત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ શામેલ થયા હતા.
અટલ બિહારી વાજપેયીજીની કોશિશોથી બન્યુ હતુ ઝારખંડ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજનો દિવસ માત્ર આદિવાસી સમાજ માટે મોટો દિવસ નથી પરંતુ આખા ઝારખંડ માટે આજે વિશેષ દિવસ છે કારણકે આજના જ દિવસે ઝારખંડ અસ્તિત્વમાં આવ્યુ હતુ અને તે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની દ્રઢ ઈચ્છાશક્તિના કારણે સંભવ બન્યુ હતુ. તેમણે જ અલગ જનજાતીય બાબતોનુ મંત્રાલય બનાવ્યુ હતુ અને જનજાતીય હિતોને રાષ્ટ્રની નીતિઓ સાથે જોડ્યા હતા. આજે ઝારખંડ સ્થાપના દિવસ પર હું પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપુ છુ.
વધુ 9 રાજ્યોમાં શરૂ થશે આદિવાસી સંગ્રહાલયઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દરમિયાન જણાવ્યુ કે તેમણે જ દરેક રાજ્યમાં આદિવાસી સમાજ માટે એક સંગ્રહાલયની સ્થાપના કરવાનુ આહ્વાન દરેક રાજ્યમાં કર્યુ હતુ અને મને ખુશી છે કે તેની શરૂઆત ઝારખંડથી થઈ રહી છે. પીએમ મોદીએ જણાવ્યુ કે આજે ઝારખંડમાં આ સંગ્રહાલયની શરૂઆત થઈ રહી છે પરંતુ આવનારા સમયમાં આપણે જલ્દી બીજા 9 રાજ્યોમાં આદિવાસી સંગ્રહાલયોની શરૂઆત થતા જોઈશુ.












Click it and Unblock the Notifications
