પ્રજ્વલ રેવન્ના મુદ્દે પીએમ મોદીને બધી ખબર હતી, અસદુદ્દીન ઓવૈસીનો મોટો આરોપ
જેડીએસ અધ્યક્ષ એચડી દેવગૌડાના પૌત્રના મહિલાઓના શારીરિક શોષણના વીડિયોએ બીજેપીની રાજનીતિ પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. હવે ઔવેશીએ આ મુદ્દે પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યું કે તેઓ બધું જ જાણતા હતા, પરંતુ આ પછી પણ તેમણે રેવન્ના માટે પ્રચાર કર્યો.

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મંગળસૂત્રની વાત ન કરો. હાથરસમાં દલિત યુવતી પર બળાત્કાર કરનાર વ્યક્તિ ભાજપનો હતો. જમ્મુમાં આસિફા પર બળાત્કાર કરનાર ભાજપનો હતો, ગુજરાતમાં બિલ્કીસ બાનો પર બળાત્કાર કરનારને છોડી મૂકવામાં આવ્યા.
ઓવૈસીએ આગળ કહ્યું કે, તમે બીજું ઉદાહરણ લો. પ્રજ્વલ રેવન્નાએ કર્ણાટકમાં બે હજાર વીડિયો બનાવ્યા. તેમાં ઘરકામ કરતી મહિલા, 70 વર્ષની મહિલા, પોલીસ અધિકારી અને ટીવી એન્કરના વીડિયો સહિત ઘણા વીડિયો સામેલ છે.
તેમણે આગળ કહ્યું કે, તમે ભૂલી ગયા છો કે તમે જેના માટે વોટ માંગી રહ્યા છો તેણે મહિલાઓની જીંદગી બરબાદ કરી છે. પીએમ મોદી મહિલા શક્તિની વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હું મુસ્લિમ મહિલાઓનો ભાઈ છું. માફ કરશો, પણ અમને આવો ભાઈ જોઈતો નથી.
ઔવેસીએ મોટો આરોપ લગાવ્યો અને કહ્યું કે, પીએમ મોદી જાણતા હતા કે પ્રજ્વલ રેવન્ના આવા કામો કરે છે. આ પછી પણ પીએમ મોદીએ રેવન્ના માટે વોટ માંગ્યા.
અસદુદ્દીન ઓવૈસીએ આ મામલાને લઈને કહ્યું કે ભાજપે જણાવવું જોઈએ કે તે શું કરશે. આવતીકાલે તે કહેશે કે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પરંતુ સવાલ એ છે કે પીએમ મોદીએ આવા વ્યક્તિ માટે વોટ કેવી રીતે માંગ્યા. તેમનું જેડીએસ સાથે ગઠબંધન છે. પ્રજ્વલ રેવન્ના કેવી રીતે જર્મની ભાગી ગયો તે અમને જણાવો. જો રેવન્નાનું નામ અબ્દુલ હોત તો ચેનલે હોબાળો મચાવ્યો હોત.
પ્રજ્વલ રેવન્ના ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઉમેદવાર તરીકે હાસન લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યો છે. આ બેઠક પર 26મી એપ્રિલે મતદાન થયું છે.












Click it and Unblock the Notifications
