For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMએ દેશના પહેલા 12000 હોર્સપાવરના રેલ ઇન્જિનને આપી લીલી ઝંડી, જાણો ખાસિયત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના પટનાથી 12000 હોર્સપાવર (એચપી)ની વિજળી રેલ એન્જિનને લીલી ઝંડી આપી છે. આટલી તાકાતવાળું આ દેશનું પહેલું રેલ એન્જિન છે. જાણો તેની ખાસિયતો અહીં.

|
Google Oneindia Gujarati News

મંગળવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના પટનાથી 12000 હોર્સપાવર (એચપી)ની વિજળી રેલ એન્જિનને લીલી ઝંડી આપી છે. આટલી તાકાતવાળું આ દેશનું પહેલું રેલ એન્જિન છે. ભારત હવે ચીન, જર્મની અને સ્વીડન સમેત તે દેશના લિસ્ટમાં આવી ગયો છે જે આવા એન્જિન વાપરે છે. ઉલ્લેખનીય છે કે હાલ ભારતીય રેલ્વે પાસે સૌથી વધુ ક્ષમતા વાળું એન્જિન 6,000 એચપી વાળું જ છે. ચોક્કસથી રેલ તંત્ર માટે આ નવું એન્જિન એક હરણફાળ સમાન છે. જેણે રેલ્વેને અપગ્રેડ કરવામાં સહાયરૂપ બન્યું છે. ત્યારે જાણો આ એન્જિન વિષે ખાસ વાતો...

6,000 એસપી એન્જિન

6,000 એસપી એન્જિન

ભારત રેલ પાસે હાલ 6,000 એચપીનું રેલ્વે એન્જિન છે. પણ હવે ભારતીય રેલ પાસે 1200 હોર્સપાવરનું રેલ એન્જિન આવ્યું છે. પીએમએ આ સિવાય કટિહાર-દિલ્હી હમસફર એક્સપ્રેસનો પણ શુભઆરંભ કરાવ્યો છે. મુઝફ્ફરપુર-સુગૌલી-વાલ્મીકિનગર રેલખંડનો પણ શિલાન્યાસ કર્યો છે.

શું છે ખાસિયત?

શું છે ખાસિયત?

12 હજાર હોર્સ પાવરનું એન્જિન દેશનું સૌથી શક્તિશાળી રેલ એન્જિન છે. આ સાથે જ તે માલગાડીની સ્પીડ ડબલ કરી દેશે. સાથે તે નવ હજાર ટન જેટલો માલ ખેંચી શકે છે. અને 20 હજાર કરોડના ખર્ચે બની રહ્યો છે. આ માટે ફ્રાંસની એલ્સટોમ કંપની સાથે ભારતીય રેલે કરાર કર્યા છે. અને આ માટે મઘેપુરામાં તેનું કારખાનું બનશે.

સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ

સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ

આ સિવાય પીએમ મોદીએ મોતીહારીમાં ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી સમાપન સમારંભમાં સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ માટે પણ લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પણ તેમણે ખૂબ વખાણ કર્યયા. તેમણે કહ્યું કે નીતીશજીના શાસનમાં બિહારના લોકોનો સતત વિકાસ થઇ રહ્યો છે. અને લોકો આગળ વધી રહ્યા છે.

English summary
PM Modi To Launch All-Electric Superfast Train, A Make-In-India Leap: 10 Facts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X