PM મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશનઃ ઑનરિંગ ધ ઑનેસ્ટ પ્લેટફોર્મની કરી શરૂઆત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈમાનદારીથી કર ચૂકવનાર માટે 'પારદર્શી કરાધાન - ઈમાનદારનુ સમ્માન' (ટ્રાન્સપરન્ટ ટેક્સેશન) નામના એક મંચનો શુભારંભ કર્યો.

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈમાનદારીથી કર ચૂકવનાર માટે 'પારદર્શી કરાધાન - ઈમાનદારનુ સમ્માન' (ટ્રાન્સપરન્ટ ટેક્સેશન) નામના એક મંચનો શુભારંભ કર્યો. વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી થતા આ આયોજનમાં કેન્દ્રીય નાણા તેમજ કૉર્પોરેટ કાર્યમંત્રી નિર્મલા સીતારમણ અને નાણા તેમજ કૉર્પોરેટ રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત છે જેમાં ફેસલેસ અસેસમેન્ટ અપીલ અને ટેસ્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે.

pm modi

પીએમ મોદીએ કહ્યુ કે આમાંથી અમુક સુવિધાઓ અત્યારથી લાગુ થઈ ગઈ છે જ્યારે આખી સુવિધા 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રધાનમંત્રી બોલ્યા કે છેલ્લા અમુક સમયથી અમે આ મુદ્દાઓ પર ફોકસ કર્યુ છે, આ નવી યાત્રાની શરૂઆત છે. હવે ઈમાનદારનુ સમ્માન થશે, એક ઈમાનદાર ટેક્સપેયર રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા નિભાવે છે. આજથી શરૂ થઈ રહેલી નવી વ્યવસ્થાઓ, નવી સુવિધાઓ મિનિમમ ગવર્નમેન્ટ-મેક્સિમમ ગવર્નન્સને આગળ વધારે છે. પીએમે કહ્યુ કે આનાથી સરકારની દખલ ઓછી થશે.

પીએમ મોદીએ કહ્યુ, 'ભારતની ટેક્સ સિસ્ટમમાં મૌલિક અને સંરચનાત્મક સુધારાની જરૂર એટલા માટે હતી કારણકે આપણી આજની આ સિસ્ટમ ગુલામીના કાળખંડમાં બની અને ફરીથી ધીમે ધીમે વિકસિત થઈ છે. આઝાદી બાદ આમાં અહીં ત્યાં થોડુ ઘણુ પરિવર્તન કરવામાં આવ્યા પરંતુ મોટાભાગની સિસ્ટમનુ રૂપ તે જ રહ્યુ.' વળી, નાણામંત્રી સીતારમણે કહ્યુ કે પીએમનુ મિશન ઈમાનદાર ટેક્સપેયર્સને પુરસ્કાર આપવાનુ છે. આનાથી વસ્તુઓમાં પારદર્શિતા આવશે. આવકવેરા વિભાગ અને ટેક્સપેયર્સમાં તાલમેલ થશે. ગયા વર્ષે કૉર્પોરેટ ટેક્સ 30થી 20 ટકા કરવામાં આવ્યુ હતુ. આવકવેરા વિભાગે ઘણા બધા ટેક્સ સુધાર લાગુ કર્યા છે. કરદાતાઓને સમ્માન આપવુ પીએમની ઈચ્છા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X