ચીની નકશાના વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી, 'હું તો ક્યારનો કહેતો હતો પીએમ મોદી ખોટું બોલે છે'
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 30 ઓગસ્ટે એટલે કે આજે કર્ણાટકના પ્રવાસ પર છે. મૈસૂરમાં રાહુલ ગાંધી 'ગૃહ લક્ષ્મી યોજના'નો શુભારંભ કરશે. કર્ણાટક રવાના થતા પહેલાં રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતાં ચીન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેર્યા.

ન્યૂજ એજન્સી એએનઆઈ મુજબ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દિલ્હીથી કર્ણાટક માટે રવાના થયા છે. કર્ણાટક રવાના થતા પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હી એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરી. રાહુલ ગાંધીએ કહ્યું, "હું વર્ષોથી કહી રહ્યો છું કે વડાપ્રધાને જે કહ્યું કે લદ્દાખમાં એક ઈંચ જમીન નથી ગઈ, તે જૂઠાણું છે. આખું લદાખ જાણે છે કે ચીને અતિક્રમણ કર્યું છે. આ માનચિત્ર મામલો બહુ ગંભીર છે. તેમણે જમીન છીનવી લીધી છે. આ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંઈક કહેવું જોઈએ."












Click it and Unblock the Notifications
