જમીન સંપાદન ખરડા પર 'અટલ ચાલ' ચલશે મોદી!
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: જમીન સંપાદન બિલ ભાજપ માટે ગળાની ફાંસ સમાન બની ચૂક્યો છે, જ્યાં અણ્ણા હઝારે અને આમ આદમી પાર્ટી તેના વિરુદ્ધ મોર્ચો ખોલીને બેઠું છે, જ્યારે બીજી તરફ વિપક્ષ પણ આ મુદ્દા પર બબાલ કરવા માટે તૈયાર છે. એટલા માટે બની શકે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે એ ચાલ ચલશે જે તેમના ગુરુ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇએ ચલી હતી.

પોટાની જેમ જમીન સંપાદન બિલ પાસ કરાવવામાં આવશે?
બની શકે છે કે મોદી પણ આવું જ કઇ કરે. આપને જણાવી દઇએ કે કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે સરકાર દરેક હાલમાં જમીન સંપાદન બિલમાં સંશોધન કરશે, ભલે વિપક્ષ સહયોગ કરે કે ના કરે. જેટલીએ જમીન કાયદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું, 'કેટલાંક ફેરફાર જરૂરી બની શકે છે. અમે પહેલા સર્વસંમતિ બનાવવાની કોશીશ કરીશું. અને જો એવું ના થઇ શક્યું તો પણ અમે આ અંગે નિર્ણય લઇશું.'












Click it and Unblock the Notifications
