For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે દિવસીય પ્રવાસ પર બાંગ્લાદેશ રવાના થયા પીએમ મોદી, કોરોના મહામારી વચ્ચે પહેલી વિદેશ યાત્રા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ(26 અને 27 માર્ચ) માટે બાંગ્લાદેશ રવાના થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ(26 અને 27 માર્ચ) માટે બાંગ્લાદેશ રવાના થઈ ગયા છે. ગયા વર્ષની શરૂઆતમાં જ કોરોના વાયરસ મહામારી ફેલાયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. બાંગ્લાદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય શહીદ સ્મારક પર યોજાનાર આયોજન અને રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન પીએમ મોદી બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બાપૂ બંગબંધુ ડિજિટલ વીડિયો પ્રદર્શનનુ પણ ઉદઘાટન કરશે. નક્કી કાર્યક્રમ મુજબ શુક્રવારે સવારે લગભગ 10 વાગે પીએમ મોદી ઢાકા એરપોર્ટ પહોંચશે.

pm modi

બાંગ્લાદેશ પ્રવાસે જતા પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, 'બાંગ્લાદેશ પ્રવાસ પર હું બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના જીવન અને આદર્શોને યાદ કરીને બાંગ્લાદેશની આઝાદીની ઉજવણીમાં શામેલ થવા માટે ઉત્સુક છુ. બાંગ્લાદેશ સાથે આપણી ભાગીદારી આપણી નેબરહુડ ફર્સ્ટ નીતિનો એક મહત્વનો સ્તંભ છે અને અમે તેને વધુ ગાઢ અને તેમાં વિવિધતા લાવવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી શેખ હસીનાના ગતિશીલ નેતૃત્વમાં અમે બાંગ્લાદેશની ઉલ્લેખનીય વિકાસ યાત્રાનુ સમર્થન કરવાનુ ચાલુ રાખીશુ.'

'પીએમ મોદીના સ્વાગત માટે બાંગ્લાદેશના લોકો ઉત્સાહિત'

તમને જણાવી દઈએ કે પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન પીએમ મોદી બપોરે લગભગ 3.15 વાગે બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમિન સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે લગભગ 7.45 વાગે પીએમ મોદી બાપૂ બંગબંધુ ડિજિટલ વીડિયો પ્રદર્શનનુ ઉદઘાટન કરશે. ગુરુવારે બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમિને કહ્યુ કે તેમના દેશના લોકો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ઉત્સાહિત છે. બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અલગ અલગ રાજકીય અને સામાજિક સમૂહો સાથે વાતચીત પણ કરશે.

Maharashtra: મુંબઈની સનરાઈઝ હોસ્પિટલમાં લાગી આગ, બેના મોતMaharashtra: મુંબઈની સનરાઈઝ હોસ્પિટલમાં લાગી આગ, બેના મોત

English summary
PM Modi on 2 days Bangladesh visit from today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X