ઉત્તર ભારતમાં પૂરનો પ્રકોપ: PM મોદી 9 સપ્ટેમ્બરે પંજાબની મુલાકાત લેશે અને પૂરગ્રસ્ત વિસ્તારોની કરશે સમીક્ષા
PM Modi Punjab visit: પંજાબમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને જાનમાલનું મોટું નુકસાન થયું છે. રાજ્યના 14 જિલ્લાઓમાં લગભગ 3.87 લાખ લોકો પ્રભાવિત થયા છે અને 46 લોકોના મોત થયા છે. સતલજ, બિયાસ અને રાવી નદીઓમાં પાણીનું સ્તર વધવાને કારણે હજારો ગામડાઓ ડૂબી ગયા છે.
આ દરમિયાન, PM નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે પંજાબના ગુરદાસપુર જિલ્લાની મુલાકાત લેશે અને પૂરગ્રસ્ત લોકોને મળીને પરિસ્થિતિનો તાગ મેળવશે.

PM મોદી પંજાબની લેશે મુલાકાત
PM નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ પૂરગ્રસ્ત પંજાબ (Punjab flood) ની પરિસ્થિતિને સીધી જોવા અને રાહત કાર્યની સમીક્ષા કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યો છે. ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપવામાં આવી હતી કે PM 9 સપ્ટેમ્બરે ગુરદાસપુર પહોંચશે. PM મોદી પૂરગ્રસ્ત લોકોને મળશે અને તેમની સ્થિતિ અને જરૂરી સહાય વિશે માહિતી મેળવશે.
PM મોદી હિમાચલ-ઉત્તરાખંડની પણ મુલાકાત લઈ શકે છે
પંજાબ ઉપરાંત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ પૂરની અસર જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાહત કાર્યનું સંકલન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સૌપ્રથમ પંજાબના અમૃતસર જિલ્લાની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બે કેન્દ્રીય ટીમોએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને કેન્દ્રને રિપોર્ટ સુપરત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. PM મોદી પંજાબ પછી આ રાજ્યોની પણ મુલાકાત લઈ શકે છે.
પૂરને કારણે 46 લોકોના મોત થયા છે. અધિકારીઓએ પંજાબમાં આવેલા પૂરને છેલ્લા ઘણા દાયકાઓની સૌથી ખરાબ આફત ગણાવી છે. 14 જિલ્લાઓમાં 46 લોકોના મોત થયા છે, 3.87 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને લગભગ 2,000 ગામડાઓ સંપૂર્ણપણે ડૂબી ગયા છે. ગુરદાસપુર, ફાઝિલ્કા અને ફિરોઝપુર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સામેલ છે. ખેડૂતોના લીલાછમ ડાંગર અને અન્ય પાક, પૂરમાં સંપૂર્ણપણે નાશ પામ્યા છે.












Click it and Unblock the Notifications
