હૈદરાબાદ હાઉસમાં PM મોદી-પુતિન વચ્ચે મુલાકાત, ભારત-રશિયા સંબંધો વધુ મજબૂત!

ભારતની એક દિવસીય મુલાકાતે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હી એરપોર્ટથી પુતિન સીધા હૈદરાબાદ હાઉસ ગયા હતા.

નવી દિલ્હી, 6 ડિસેમ્બર : ભારતની એક દિવસીય મુલાકાતે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હી એરપોર્ટથી પુતિન સીધા હૈદરાબાદ હાઉસ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ 21મી વાર્ષિક ભારત-રશિયા સમિટનું આયોજન કરશે.

PM Modi-Putin meeting

બંને નેતાઓની છેલ્લે 2019 બ્રિક્સ સમિટમાં ઔપચારિક મુલાકાત થઈ હતી. 2019 પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ સામ-સામે મુલાકાત છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની આ ભારત મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સંરક્ષણ, વેપાર અને રોકાણ, ઉર્જા અને ટેક્નોલોજીના મુખ્ય ક્ષેત્રોમાં સહકારને વધુ વેગ આપવા માટે આ પ્રસંગે બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.

પુતિનને મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ અમારો સંરક્ષણ સહયોગ વધુ મજબૂત થઈ રહ્યો છે. સંરક્ષણ અને આર્થિક ક્ષેત્રે બંને મહત્વપૂર્ણ સહયોગી છે. મોદીએ વધુમાં કહ્યું કે અમે આર્થિક ક્ષેત્રમાં પણ અમારા સંબંધોને આગળ વધારવા માટે એક મોટા વિઝન પર કામ કરી રહ્યા છીએ. અમે 2025 સુધીમાં 30 અબજ ડોલરના વેપાર અને 50 અબજ ડોલરના રોકાણનું લક્ષ્ય નક્કી કર્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે અમે ભારતને એક મહાન શક્તિ અને વિશ્વાસપાત્ર મિત્ર તરીકે જોઈએ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X