પાંચ વર્ષના 'ગુડ ગવર્નેંસ' બાદ નીતિન ગડકરીને પીએમ મોદીએ આપ્યું આ ઈનામ

પાંચ વર્ષના 'ગુડ ગવર્નેંસ' બાદ નીતિન ગડકરીને પીએમ મોદીએ આપ્યું આ ઈનામ

નવી દિલ્હીઃ હવેથી ગણતરીની કલાકોમાં જ પીએમ તરીકે નરેન્દ્ર મોદી બીજી વાર શપથ ગ્રહણ કરશે. પીએમ મોદીની સાથે તેમના કેબિનેટ મંત્રીઓને પણ શપથ લેવડાવવામાં આવશે. આ કેબિનેટમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નજીકના અને નાગપુરથી ચૂંટણી જીતનાર નીતિન ગડકરીનું નામ પણ બીજીવાર સામેલ કરવામાં આવ્યું છે. જૂની સરકારમાં તેમની પાસે રોડ, પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રાલય હતું. આ ઉપરાંત તેમની પાસે જળસંસાધન મંત્રાલય પણ હતું. માનવામાં આવી રહ્યું છે કે તેમના સારા ટ્રેક રેકોર્ડને જોતા અને તેમના શ્રેષ્ઠ પરફોર્મન્સને જોતા પીએમ મોદીએ તેમને ફરીથી પસંદ કરી એક પ્રકારે અવોર્ડ આપ્યો છે.

દિવસેને દિવસે ગડકરીની લોકપ્રિયતા વધી

દિવસેને દિવસે ગડકરીની લોકપ્રિયતા વધી

ગડકરી વર્ષ 2014માં સત્તામાં આવનાર ભાજપ સરકારના એવા મંત્રીઓમાં સામેલ રહ્યા છે જેમી લોકપ્રિયતા દિવસેને દિવસે વધી છે. નીતિન ગડકરીને મોદી સરકારના પહેલા કાર્યકાળમાં ફ્લાઈ ઓવ્રસ, પુલ અને એક્સપ્રેસ નિર્માણના કાર્યનો શ્રેય આપવામાં આવે છે. કેન્દ્રની રાજનીતિમાં નજીકથી નજર રાખનારાઓએ તેમને મોદી સરકારના એક સફળ મંત્રી ગણાવ્યા છે. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે સવારે તેમને કેબિનેટમાં સામેલ થવા માટે ફોન કરવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાને લાગુ કરાવવામાં પણ ગડકરીનો મહત્વનો રોલ રહ્યો છે.

નાગપુરમાં મળી ઐતિહાસિક જીત

નાગપુરમાં મળી ઐતિહાસિક જીત

ગડકરીએ નાગપુર સીટ પર લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. અહીં પર તેમણે પોતાના સૌથી નજીકના પ્રતિદ્વંદ્વી અને કોંગ્રેસના ઉમેદવાર નાના પટોલને બે લાખથી પણ વધુ મતના માર્જિનથી હરાવ્યા છે. નાના પટોલે પહેલા ભાજપમાં જ હતા પરંતુ બાદમાં બગાવત કરી કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. ગડકરી માટે નાગપુરનું મહત્વ ક્યાંય વધુ છે. આ શહેર તેમનું ગૃહનગર તો છે જ સાથે જ આ શહેરને આરએસએસની વિચારધારાની આધારશિલા પણ કહેવામાં આવે છે.

માત્ર 24 વર્ષની ઉમંરે ભાજપના સચિવ બન્યા

માત્ર 24 વર્ષની ઉમંરે ભાજપના સચિવ બન્યા

ભાજપ પર આરએસએસનો સારોએવો પ્રભાવ જોવા મળે છે. ગડકરીએ છાત્ર નેતા તરીકે પોતાની રાજકીય કારકિર્દિ શરૂ કરી હતી. વર્ષ 1976માં ગડકરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા અને જોતજોતામાં તેઓ રાજનીતિમાં નવી ઉંચાઈઓ આંબવા લાગ્યા. માત્ર 24 વર્ષની ઉંમરમાં જ ગડકરી ભારતીય જનતા યુવા મોર્ચાના પ્રેસિડેન્ટ બન્યા. આ સમયે તેમને નાગપુર શહેરમાં ભાજપના સચિવ તરીકે નિયુક્ત પણ કરવામાં આવ્યા.

1992માં રાજકીય કરિયરમાં મોટો વળાંક

1992માં રાજકીય કરિયરમાં મોટો વળાંક

વર્ષ 1992માં ગડકરીએ નાગપુરમાં નગર પાલિકાની ચૂંટણી જીતી. આ જીતે ભાજપના સભ્ય તરીકે તેમને રાજનૈતિક કરિયર સ્થાપિત કરવામાં મોટો રોલ આપ્યો. બાદમાં તેમણે મહારાષ્ટ્રની કેબિનેટમાં પણ લોક કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા. 42 વર્ષની ઉંમરમાં જ તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા બની ગયા હતા. વર્ષ 2014માં નાગપુરથી તેમણે પહેલીવાર લોકસભા ચૂંટણી લડી અને તેમાં જીત હાંસલ કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X