Mann Ki Baat: ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીથી બિપરજોય સુધી, વાંચો પીએમ મોદીના સંબોધનની 10 મોટી વાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 102મી મનની વાત કાર્યક્રમને સંબોધિત કરી. પીએમ મોદીએ આ દરમિયાન કેટલીય મહત્વપૂર્ણ વાતો કરી. તેમણે સૌથી પહેલાં છત્રપતિ શિવાજીને યાદ કરી તેમની પાસેથી પ્રેરણા લેવાની સલાહ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં ઇન્દિરા ગાંધીની ઈમરજન્સીથી લઈ ટીબી મુક્ત ભારત પર પણ ચર્ચા કરી. અહીં વાંચો મોદીએ કહેલી પ્રમુખ વાતો...

અમેરિકા જઇ રહ્યો હોવાથી અઠવાડિયા વહેલી વાત કરી રહ્યો છુંઃ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આગલા અઠવાડિયે અમેરિકા જવાનો છું અને ત્યાં ભાગ-દોડ બહુ રહેશે. માટે તેમણે યાત્રા પર જતા પહેલાં દેશના નાગરિકો સાથે વાત કરવાનું વિચાર્યું. પીએમ મોદીએ કહ્યું કે તમારી સાથે વાતચીત કરવાથી વિશેષ બીજું કંઈ નથી... તમારા આશિર્વાદથી પ્રેરણા અને મારી ઉર્જા વધશે.
ઇમરજન્સીને લઇ નિશાન સાધ્યું
પીએમ મોદીએ કહ્યું કે ભારત લોકતંત્રની જનની છે. આપણે આપણા લોકતાંત્રિક આદર્શોને સર્વોપરિ માનીએ છીએ, આપણા સંવિધાનને સર્વોપરિ માનીએ છીએ, માટે અમે 25 જૂનને પણ ક્યારેય નહીં ભૂલાવી શકીએ. આ એજ દિવસ હતો જ્યારે કટોકટી લાદવામાં આવી હતી. તે ભારતના ઇતિહાસનો કાળો સમય હતો. પીએમ મોદીએ કહ્યું કે ઇમરજન્સી દરમિયાન જેવી રીતે લોકોને હેરાન કરવાામં આવ્યા, તેને યાદ કરી મારું મન પણ અશાંત થઇ ઉઠે છે.
2025 સુધી ટીબી મુક્ત ભારતનો સંકલ્પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે 2025 સુધી ટીવી મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે. એક સમય હતો જ્યારે ટીબીની ખબર પડ્યા બાદ પરિવારના લોકો જ દૂર થઇ જતા હતા, પરંતુ આ આજનો સમય છે, જ્યારે ટીબીના દર્દીને પરિવારના સભ્ય બનાવી તેમની મદદ કરવામમાં આવી રહી છે.
જુનિયર એશિય કપમાં જીતને દેશનું ગૌરવ ગણાવ્યું
પીએમ મોદીએ કહ્યું કે આ મહિને ખેલ જગતથી ભારત માટે કેટલાય સારા સમાચાર આવ્યા છે. પહેલીવાર ભારતની ટીમે વિમેન જૂનિયર એશિયા કપ જીતી તિરંગાની શાન વધારી છે. આ મહિને આપણી પુરુષોની હોકી ટીમે પણ જુનિયર એશિયા કપ જીત્યો છે અને તેની સાથે જ આપણે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમમાં સૌથી વધુ જીત નોંધાવનાર ટીમ બની ગયા છીએ.
યોગા દિવસ પર ચર્ચા કરી
પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષના યોગ દિવસની થિમ- Yoga For Vasudhaiva Kutumbakam એટલે કે, 'એક વિશ્વ એક પરિવાર'ના રૂપમાં સૌના કલ્યાણ માટે યોગ. આ યોગની એ ભાવનાને વ્યક્ત કરે છે, જે સૌને જોડનારી અને સાથે લઇને ચાલનારી છે. દરેક વખતની જેમ આ વખતે પણ દેશના ખુણે-ખુણે યોગ સાથે જોડાયેલા કાર્યક્રમ આયોજિત કરાશે.
રથયાત્રાને લઇ ચર્ચા કરી
પીએમ મોદીએ કહ્યું કે 20 જૂન ઐતિહાસિક રથયાત્રાનો દિવસ છે. સમગ્ર દુનિયામાં રથયાત્રા એક વિશિષ્ટ ઓળખ છે. દેશના વિવિધ રાજ્યોમાં ધૂમધામથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામમાં આવે છે. ઓરિસ્સાના પુરીમાં થનાર રથયાત્રા અદ્ભુત હોય છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મને વિશાળ રથયાત્રામાં સામેલ થવાનો અવસર મળતો હતો.












Click it and Unblock the Notifications
