For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીને ચીનને સંદેશઃ વિસ્તારવાદી તાકાતોએ હંમેશા પીછેહટ કરવુ પડ્યુ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અચાનક લદ્દાખનો પ્રવાસ કર્યો અને ચીન સીમા પાસે ફૉરવર્ડ લોકેશનનુ નામ લીધા વિના દુશ્મનને કડક સંદેશ આપી દીધો.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અચાનક લદ્દાખનો પ્રવાસ કર્યો અને ચીન સીમા પાસે ફૉરવર્ડ લોકેશનનુ નામ લીધા વિના દુશ્મનને કડક સંદેશ આપી દીધો. અહીં પોસ્ટેડ સૈનિકો સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદીએ તેમને સંબોધિત કર્યા. 14 કોર ફાયર એન્ડ ફ્યુરીના ઑફિસર્સ અને જવાનોને મળીને પીએમ મોદીએ ચીનને સ્પષ્ટ કરી દીધુ કે હવે એ સમય નથી જ્યારે વિસ્તારવાદ નીતિને આગળ વધારવામાં આવે.

નબળા લોકો શાંતિ માટે પગલા નથી ઉઠાવતા

નબળા લોકો શાંતિ માટે પગલા નથી ઉઠાવતા

15 જૂને ગલવાન ઘાટીમાં ચીન સાથે ગલવાન ઘાટીમાં હિંસા થઈ હતી તેમાં 20 સૈનિક શહીદ થયા હતા. આ બધા સૈનિક લેહ સ્થિત 15 કોર હેઠળ પોસ્ટેડ હતા. પીએમ મોદીએ કહ્યુ, ભારત માના દુશ્મનોએ તમારી આગનો પ્રકોપ જોયો છે.

ભારતે હંમેશાથી દુનિયાને શાંતિનો માર્ગ બતાવ્યો

ભારતે હંમેશાથી દુનિયાને શાંતિનો માર્ગ બતાવ્યો

પીએમ મોદીએ કહ્યુ દેશના દરેક ઘરમાં હવે અહીંના વીર સૈનિકોનો ઉલ્લેખ થઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે અહીં સૈનિકોએ એ લોકોને આકરો જવાબ આપી દીધો જેમણે જીત મેળવવાની એક નિષ્ફળ કોશિશ કરી હતી. પીએમ મોદીએ કહ્યુ કે ભારતે હંમેશાથી દુનિયાને શાંતિનો માર્ગ બતાવ્યો છે પરંતુ જે નબળા હોય તે ક્યારેય શાંતિ માટે પગલાં નથી ઉઠાવતા. પીએમ મોદીએ કહ્યુ, 'અમે એ જ લોકો છે જે ભગવાન કૃષ્ણની વાંસળીને પસંદ કરીએ છીએ પરંતુ અમે એ જ ભગવાન કૃષ્ણને પણ પૂજીએ છીએ જેમના હાથમાં સુદર્શન ચક્ર હોય છે.'

અમુક દેશોની નીતિઓએ ભંગ કરી શાંતિ

અમુક દેશોની નીતિઓએ ભંગ કરી શાંતિ

પીએમ મોદીએ કહ્યુ, 'અમે એ જ લોકો છીએ જે ભગવાન કૃષ્ણની વાંસળીને પસંદ કરીએ છીએ પરંતુ અમે એ જ ભગવાનને પણ પૂજીએ છીએ જેમના હાથમાં સુદર્શન ચક્ર હોય છે.' પીએમ મોદીએ ચીનને ચેલેન્જ આપીને કહ્યુ કે હવે વિસ્તારવાદનો સમય ખતમ થઈ ચૂક્યો છે. આ સમય વિકાસનો સમય છે, નહિ કે વિસ્તારનો. પીએમ મોદી સતત ચીન પર આક્રમક વલણ અપનાવી રહ્યા છે.

ઝી5 ઑરિજિનલ 'માફિયા'નું ટ્રેલર થયુ રિલીઝ!ઝી5 ઑરિજિનલ 'માફિયા'નું ટ્રેલર થયુ રિલીઝ!

English summary
PM Modi's message to China from Ladakh: Not an era for expansionism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X