For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ રાજીવ ગાંધીને ગણાવ્યા નંબર 1 ભ્રષ્ટાચારી તો ભડક્યા રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના પ્રમુખ રાજ ઠાકરેએ પીએમના રાજીવ ગાંધી ભ્રષ્ટાચારી નંબર 1 હોવાના નિવેદનની નિંદા કરી છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના એક ભાષણાં દિવંગત પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને નંબર 1 ભ્રષ્ટાચારી ગણાવી દીધા હતા. પીએમનું આ નિવેદન ઘણી ચર્ચાઓમાં આવ્યુ હતુ. તેમણે એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યુ કે 'રાજીવ ગાંધીને તેમના દરબારીઓએ મિસ્ટર ક્લીન ગણાવ્યા પરંતુ તેમનો અંત ભ્રષ્ટાચારી નંબર 1 રૂપે થયો.' આના પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના પ્રમુખ રાજ ઠાકરેએ પીએમના નિવેદનનિ નિંદા કરી છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ પુલવામામાં મતદાન વખતે આતંકીઓએ ફેંક્યો ગ્રેનેડ, સુરક્ષાબળોએ કરી ઘેરાબંધીઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ પુલવામામાં મતદાન વખતે આતંકીઓએ ફેંક્યો ગ્રેનેડ, સુરક્ષાબળોએ કરી ઘેરાબંધી

ઠાકરેઃ રાષ્ટ્ર પીએમને બિલકુલ માફ નહિ કરે

ઠાકરેઃ રાષ્ટ્ર પીએમને બિલકુલ માફ નહિ કરે

રાજીવ ગાંધી વિશે પીએમ મોદીના નિવેદનથી રાજ ઠાકરે ભડકી ગયા. તેમણે એક ટ્વીટ દ્વારા કહ્યુ કે, ‘નફરત, અંતહીન જૂઠ અને સાર્વજનિક જીવનની મર્યાદા ઓળંગવામાં રત્તીફર અફસોસ નથી ત્રણ એવી વાતો છે જે નરેન્દ્ર મોદીની ઓળખ બની ગઈ છે. આ દિવંગત પ્રધાનમંત્રી રાજીવ ગાંધી સામે તેમના નવીનતમ નિવેદનોથી વધુ તેજ થયુ છે. દેશ તેમને હવે બિલકુલ માફ નહિ કરે.'

મોદી-ભાજપને સતત નિશાન બનાવી રહ્યા છે ઠાકરે

મોદી-ભાજપને સતત નિશાન બનાવી રહ્યા છે ઠાકરે

ઠાકરે પહેલા પણ લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં પોતાની રેલીઓમાં પીએમ મોદી, ભાજપ અને અમિત શાહને સતત નિશાન બનાવી રહ્યા છે. તે ભાજપની કેન્દ્ર સરકારની નીતિઓ અને નિર્ણયોની વારંવાર નિંદા કરી રહ્યા છે.

7 રાજ્યોની 51 લોકસભા સીટો પર મતદાન ચાલુ

7 રાજ્યોની 51 લોકસભા સીટો પર મતદાન ચાલુ

2019ની લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં આજે 7 રાજ્યોની 51 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યુ છે. પાંચમાં તબક્કામાં જે લોકસભા સીટો પર મત નાખવામાં આવશે, તેમાં યુપીની સૌથી વધુ 14 લોકસભા સીટો શામેલ છે. આ ઉપરાંત પાંચમાં તબક્કામાં રાજસ્થાનની 12, મધ્ય પ્રદેશની 7, પશ્ચિમ બંગાળની 7, બિહારની 5, ઝારખંડની 4 અને જમ્મુ કાશ્મીરની 2 લોકસભા સીટો પર મતદાન થશે. ચૂંટણી કમિશને પાંચમાં તબક્કાના મતદાન માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

English summary
PM Modi's statement over rajiv gandhi made raj thackrey angry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X