આસામમાં ભાજપની જીત પર મોદીએ કહી આ વાત, પેટાચૂંટણીમાં મળેલા સમર્થન પર પણ આભાર વ્યક્ત કર્યો
આસામમાં ભાજપની જીત પર મોદીએ કહી આ વાત, પેટાચૂંટણીમાં મળેલા સમર્થન પર પણ આભાર વ્યક્ત કર્યો
દેશમાં 5 રાજ્ય પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને પોંડિચેરી ઉપરાંત 10 રાજ્યોમાં 2 લોકશબા અને 12 વિધાનસભા સીટ માટે થયેલ પેટાચૂંટણીના પરિણામ સામે આવી ગયાં છે. બંગાળ, તમિલનાડુ અને કેરળમાં કરારી હાર વચ્ચે ભાજપે આસામમાં ફરીથી સત્તા હાંસલ કરી છે. આ ઉપરાંત કેટલાય રાજ્યોમાં થયેલ પેટાચૂંટણીમાં પણ ભાજપે જીત નોંધાવી છે, જે બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપને મળેલા સમર્થન પર જનતાનો આભાર વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ આસામમાં ભાજપની જીત પર શુભકામનાઓ આપતા કહ્યું કે લોકોએ એનડીએના વિકાસના એજન્ડા અને રાજ્યમાં અમારી સરકારના સમર્થનના રેકોર્ડને ફરીથી આશિર્વાદ આપ્યા છે. હું આસામના લોકોને આશિર્વાદ માટે ધન્યવાદ આપું છું. હું એનડીએ કાર્યકર્તાઓની આકરી મહેનત અને લોકોની સેવામાં તેમના અથાગ પ્રયત્નોના વખાણ કરું છું.
આ ઉપરાંત પેટાચૂંટણીમાં જીત પર પીએમ મોદીએ કહ્યું કે હું કર્ણાટક, મહારાષટ્ર, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરાખંડના લોકોનો ભાજપને આશિર્વાદ આપવા બદલ ધન્યવાદ આપું છું. અમારી પાર્ટી લોકોના કલ્યાણ માટે કામ કરતી રહેશે. બાજપ કાર્યકર્તાઓને તેમના અથાગ સંકલ્પ માટે આભાર.












Click it and Unblock the Notifications
