'સરકાર પાડવા માટે અત્યાર સુધી 6300 કરોડ ખર્ચ, માટે મોદી સરકાર વધારી રહી છે મોંઘવારી', કેજરીવાલનો મોટો આરોપ
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો હતો.
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે મોદી સરકાર બિન-ભાજપ રાજ્યોમાં સરકારને પાડવા માટે મોંઘવારી વધારી રહી છે. મોટો આરોપ લગાવતા સીએમ કેજરીવાલે કહ્યુ કે કેન્દ્ર સરકારે અત્યાર સુધી સરકારને પછાડવા માટે 6300 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

તેમણે ટ્વીટ કર્યુ કે દહીં, છાશ, મધ, ઘઉં, ચોખા વગેરે પર જે GST લાદવામાં આવ્યો છે. તેનાથી કેન્દ્ર સરકારને વાર્ષિક 7500 કરોડ રૂપિયા મળશે. જો આ સરકારો ના પાડી હોત તો ઘઉં, ચોખા, છાશ વગેરે પર જીએસટી ન લગાવવામાં આવ્યો ન હોત. લોકોને મોંઘવારીનો સામનો ન કરવો પડત.












Click it and Unblock the Notifications
