For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kerala Floods : વડાપ્રધાને કેરળના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરી, મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યું

કેરળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે ઘણા વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. કોટ્ટાયમમાં 13 અને ઇડુક્કીમાં 8 મૃતદેહો મળ્યા બાદ મૃત્યુઆંક વધીને 21 થયો છે, જ્યારે એક ડઝન લોકો લાપતા હોવાનું કહેવાય છે.

|
Google Oneindia Gujarati News

Kerala Floods : કેરળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે ઘણા વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. કોટ્ટાયમમાં 13 અને ઇડુક્કીમાં 8 મૃતદેહો મળ્યા બાદ મૃત્યુઆંક વધીને 21 થયો છે, જ્યારે એક ડઝન લોકો લાપતા હોવાનું કહેવાય છે. આ દરમિયાન સેના અને વાયુસેનાએ પણ રાહત કાર્યમાં કમાન્ડ લીધી છે. કેન્દ્ર સરકાર કેરળમાં પૂરના પ્રકોપ પર પણ નજર રાખી રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ બપોરે કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના પૂરમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, 'કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે કેરળના મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરી છે. ઘાયલ અનેઅસરગ્રસ્તોની મદદ માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવામાં આવી રહ્યું છે. હું દરેકની સલામતી માટે પ્રાર્થના કરું છું, તે દુઃખદ છે કે કેરળમાં ભારે વરસાદ અનેભૂસ્ખલનને કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.

અમિત શાહે પણ કેરળના પૂરમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કેરળના પૂરમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'અમેભારે વરસાદ અને પૂરને ધ્યાનમાં રાખીને કેરળના કેટલાક ભાગોમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે શક્યતમામ પ્રયત્નો કરશે. બચાવ કામગીરીમાં મદદ માટે NDRF ની ટીમ પહેલેથી જ રવાના કરવામાં આવી છે. દરેકની સલામતી માટે પ્રાર્થના.

રાજ્યભરમાં 105 રાહત શિબિરો સ્થાપવામાં આવી

કેરળમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો કરી રહ્યો છે. આવા સમયે ભારે વરસાદ બાદ કોચીના પેરુવામુઝી વિસ્તારમાં પાણીનુંસ્તર વધવાને કારણે કેટલાક ખેતરો પાણીમાં ડૂબી ગયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી પિનારાયી વિજયને માહિતી આપી કે, લોકોને વરસાદથી બચાવવા માટે તમામસાવચેતી રાખવાની વિનંતી કરવામાં આવી છે. રાજ્યભરમાં 105 રાહત શિબિરો સ્થાપવામાં આવી છે અને વધુ શિબિરો શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

English summary
Heavy rains in Kerala have caused floods and landslides in many areas. The death toll has risen to 21 after 13 bodies were found in Kottayam and 8 in Idukki, while a dozen people are said to be missing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X