For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધો કોરોના વેક્સીનનો બીજો ડોઝ, 1 માર્ચે લીધો હતો પહેલો ડોઝ

રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ વેક્સીનનો બીજો ડોઝ આજે ગુરુવારે(8 એપ્રિલ) લીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ વેક્સીનનો બીજો ડોઝ આજે ગુરુવારે(8 એપ્રિલ) લીધો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે લગભગ 7.15 વાગ્યા આસપાસ કોવિડ-19 વેક્સીનનો બીજો ડોઝ દિલ્લી એઈમ્સમાં લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત બાયોટેકની કોવેક્સીનનો પહેલો ડોઝ 1 માર્ચ 2021એ લીધો હતો. પીએમ મોદીએ બીજો ડોઝ પણ કોવેક્સીનનો લીધો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ભારત બાયોટેકની કોવેક્સીનની વેક્સીન લગાવી છે કારણકે ઘણા લોકોએ ખાસ કરીને વિપક્ષી દળોએ આના પર સવાલ ઉઠાવ્યા હતા.

pm modi

પીએમ મોદીએ વેક્સીન લીધા બાદ સવાલે 7.18 વાગે પોતાનો વેક્સીન લેતો ફોટો પણ શેર કર્યો છે. આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યુ છે, 'મે આજે દિલ્લી એઈમ્સમાં કોવિડ-19 વેક્સીનનો બીજો ડોઝ લઈ લીધો છે. વેક્સીનેશન આપણી પાસે કોરોના વાયરસને હરાવવા માટેની અમુક રીતોમાં શામેલ છે. જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલ્દી પોતાનો વેક્સીન શૉટ લો. આના માટે CoWin.gov.in પર જઈને રજિસ્ટર કરો.'

ભારતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1.15 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ મહામારી ફેલાવાની શરૂઆત થયા બાદથી દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. દેશમાં કોવિડ-19 સંક્રમિતોની કુલ સંખ્યા 1,28,01,785 થઈ ગઈ છે. આ ત્રીજો દિવસ છે, જ્યારે એક લાખથી વધુ કોરોના કેસ આવ્યા છે. છેલ્લા 24 કલાકલમાં 1,15,736 કેસ સામે આવ્યા છે અને 630 દર્દીઓના મોત થઈ ગયા છે. દેશમાં મહામારીથી મરનારની સંખ્યા 1,66,177 થઈ ગઈ છે.

રાજસ્થાનનુ ફલોદી દેશનુ બીજુ સૌથી ગરમ શહેર, 43 ડિગ્રીને પારરાજસ્થાનનુ ફલોદી દેશનુ બીજુ સૌથી ગરમ શહેર, 43 ડિગ્રીને પાર

English summary
PM Modi takes his second dose of coronavirus vaccine at AIIMS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X