PM મોદી આજે 90મી ઈંટરપોલ મહાસભાને કરશે સંબોધિત, 195 દેશોના પ્રતિનિધિમંડળ હશે સામેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંગળવારે પ્રગતિ મેદાનમાં 90મી ઈંટરપોલ મહાસભાને સંબોધિત કરશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંગળવારે પ્રગતિ મેદાનમાં 90મી ઈંટરપોલ મહાસભાને સંબોધિત કરશે. ઈંટરપોલ મહાસભાનુ આયોજન 18થી 21 ઓક્ટોબર સુધી કરવામાં આવશે. બેઠકમાં ઈંટરપોલના 195 સભ્ય દેશોના પ્રતિનિધિમંડળ સામેલ હશે જેમાં મંત્રી, દરેક દેશોના પોલીસ પ્રમુખ, રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યૂરોના પ્રમુખ અને વરિષ્ઠ પોલીસ અધિકારી સામેલ હશે. પાકિસ્તાની પ્રતિનિધિમંડળે પણ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. સૂત્રો મુજબ બે સભ્યોનુ પાકિસ્તાની પ્રતિનિધિ મંડળનુ નેતૃત્વ સંઘીય તપાસ એજન્સીના મહાનિર્દેશક સ્તરના અધિકારી કરશે.

જનરલ એસેમ્બલી એ ઇન્ટરપોલનુ સર્વોચ્ચ સંચાલક મંડળ છે. તે વર્ષમાં એકવાર તેની કામગીરી સાથે સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે મળે છે. બેઠકમાં નાણાકીય ગુનાઓ અને ભ્રષ્ટાચારના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભારતમાં 25 વર્ષ બાદ ઈન્ટરપોલ જનરલ એસેમ્બલીની બેઠક યોજાઈ રહી છે. છેલ્લી વખત આ મહાસભા ભારતમાં 1997માં યોજાઈ હતી. ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે નવી દિલ્લીમાં આ વર્ષની સામાન્ય સભાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જનરલ એસેમ્બલીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ઇન્ટરપોલના પ્રમુખ અહેમદ નાસર અલ રઈસી અને તેના મહાસચિવ જનરલ જુર્ગન સ્ટૉક પણ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 21 ઓક્ટોબરે તેના સમાપન સમારોહને સંબોધિત કરશે.
ઈન્ટરપોલના સેક્રેટરી જનરલ જર્ગેન સ્ટૉકે સોમવારે જણાવ્યુ હતુ કે રાજ્ય પ્રાયોજિત આતંકવાદને રોકવામાં ઈન્ટરપોલની કોઈ ભૂમિકા નથી. તેનુ ધ્યાન સાયબર ગુનેગારો, ડ્રગ ડીલર્સ અને બાળ શોષણ કરનારાઓને અંકુશમાં રાખવા પર રહે છે. ઇન્ટરપોલ સરળ કાનૂની ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે સમગ્ર વિશ્વમાં આચરવામાં આવતા મોટાભાગના ગુનાઓનો ભાગ છે. તેમણે કહ્યુ કે આગામી ચાર દિવસમાં વૈશ્વિક અપરાધ અને ભેગા મળીને તેનો ઉકેલ કઈ રીતે લાવવો તેના પર ચર્ચા કરવામાં આવશે. હાલમાં સંગઠિત અપરાધના નવા આયામો એક મોટા પડકાર તરીકે ઉભરી રહ્યા છે. એક તરફ ગુનેગારોનો આંતરરાષ્ટ્રીય ફેલાવો અને બીજી તરફ સાયબર ક્રાઈમ દરેક દેશમાં સામાજિક અને આર્થિક અસરો પેદા કરી રહ્યા છે. અમે બાળ શોષણ કરનારાઓ, બળાત્કારીઓ, હત્યારાઓ, ડ્રગ ડીલરો, સાયબર ગુનેગારો સામે પગલાં લઈ રહ્યા છીએ જેઓ અબજો કમાવવા માંગે છે - તે ઇન્ટરપોલનુ ફોકસ છે. ઇન્ટરપોલ દ્વારા જાહેર કરાયેલ રેડ નોટિસ એ આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ નથી. ઈન્ટરપોલ તેના કોઈપણ સભ્ય રાજ્યોને રેડ નોટિસ જાહેર કરનાર વ્યક્તિની ધરપકડ કરવા દબાણ કરતુ નથી.












Click it and Unblock the Notifications
