આર્થિક ગતિવિધિઓ જરૂરી પરંતુ સોશિયલ ડિસ્ટંસીંગ સાથે સમજૂતી નહિ ચાલેઃ PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે એક વાર ફરીથી મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે એક વાર ફરીથી મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે. કોરોના વાયરસના સતત વધતા સંકટના લીધે એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલ લૉકડાઉન વચ્ચે પીએમ મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી આ મીટિંગ થઈ. બેઠકમાં પીએમ મોદીએ મુખ્યમંત્રીને કહ્યુ કે આર્થિક ગતિવિધિઓ શરૂ થાય એ જરૂરી છે પરંતુ નિયમોનુ ઉલ્લંઘન ના થાય, આ દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન રાખવામાં આવે.

પીએમે કહ્યુ કે એક તરફ આપણી સામે આ પડકાર છે કે કેવી રીતે લોકોના જીવ બચાવવામાં આવે. વળી, બીજી તરફ આપણે આર્થિક પાસાંઓ પર પણ સમાન રીતે ધ્યાન આપવુ પડશે. આપણે આર્થિક ગતિવિધિઓને મજબૂત કરવાની છે અને બીજી તરફ વાયરસ સામે લડવાના આપણા સંકલ્પને પણ મજૂબીત કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે બે ગજના અંતરને આપણે મંત્ર બનાવી લેવો જોઈએ. આપણે આ સંદેશને ફેલાવવાનો છે. એ જ રીતે આપણે સુનિશ્ચિત કરવાનુ છે કે બધા સ્પોર્ટ ફેસ માસ્ક કે બીજા માસ્ક આપણા જીવનમાં શામેલ થઈ જાય. મોદીએ બેઠકમાં કહ્યુ કે જો રાજ્યમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે, તો આના માટે દુઃખી થવાની કે ખુદને દોષ આપવાની જરૂર નથી. આપણે બધા મળીને લડી રહ્યા છે. પીએમે કહ્યુ કે મહામારીને ફેલાતી રોકવામાં લૉકડાઉને પ્રભાવી ભૂમિકા નિભાવી છે. તેમણે રાજ્યો અને કેન્દ્રના પરસ્પર પ્રયાસોની પણ પ્રશંસા કરી.
22 માર્ચે દેશમાં લાગુ લૉકડાઉન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચોથી વાર મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. જેમાં મહામારીની સ્થિતિ અને મહામારી રોકવા માટે કેન્દ્દર અને રાજ્યો દ્વારા લેવામાં આવેલ પગલા પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, તમિલનાડુના મુખ્યમંત્રી ઈકે પલાનીસ્વામી, મેઘાલયના સીએમ કોનરાડ સંગમાં, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ અને ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ શામેલ રહ્યા જે મુખ્યમંત્રી બેઠકમાં શામેલ નહોતા. તેમને પોતાના સૂચન લેખિતમાં આપવા માટે કહેવામાં આવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
