Covid 19: આજે મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક કરશે પીએમ મોદી
Covid 19: આજે મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક કરશે પીએમ મોદી
દેશભરમાં કોરોનાવાયરસનું સંક્રમણ તેજીથી વધી રહ્યું છે. દેશમાં દરરોજ કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં તેજીથી વધારો થઈ રહ્યો છે. કોરોના અને ઓમિક્રોને રાજ્ય સહિત કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. દિલ્હી, મહારાષ્ટ્ર સહિત કેટલાય રાજ્યોમાં કોરોના બેકાબૂ થઈ ચૂક્યો છે. બુધવારે દિલ્હીથી જ્યાં 27 હજારથી વધુ મામલા નોંધાયા છે, ત્યાં જ એકલા મુંબઈથી 16 હજારથી વધુ નવા કેસ મળ્યા છે. એવામાં દેશની કોવિડ 19ની હાલની સ્થિતિ પર પીએમ મોદી ગુરુવારે સાંજે 4.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરશે.

બુધવારે ભારતમાં કોરોનાવાયરસના 1 લાખ 94 હજારથી વધુ નવા મામલા સામે આવ્યા છે. દેશ ફરી એકવાર કોરોનાવાયરસની ત્રીજી લહેરના લપેટામાં આવી ચૂક્યો છે. જ્યારે ઓમિક્રોનના મામલાના આંકડા 4868 પર હપોંચી ગયો છે. એવામાં બેકાબૂ થતાં કોરોનાના મામલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહત્વની બેઠક કરવા જઈ રહી છે. જાણકારી મુજબ પીએમ મોદી ગુરુવારે સાંજે 4.30 વાગ્યે પણ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ 19ની સ્થિતિ પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરશે.
આ બેઠકમાં દેશમાં કોરોનાની હાલની સ્થિતિ અને ઉપાયો પર ચર્ચા કરવામાં આવશે. જણાવી દઈએ કે અગાઉ શનિવારે પીએમ મોદીએ અધિકારીઓ સાથે કોરોનાને લઈ હાઈ લેવલ બેઠક કરી હતી.
જ્યારે બુધવારે સાંજે સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપતા જણાવ્યું હતું કે 30 ડિસેમ્બરે પોઝિટિવિટી રેટ 1.1% થી વધીને 11.05% થઈ ગયો છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ અને ગુજરાતથી આવી રહેલા કોરોનાવાયરસના આંકડા ચિંતાજનક છે. દેશમાં સક્રિય મામલાની સંખ્યા 9,55,319 નજીક છે.












Click it and Unblock the Notifications
