પીએમ મોદી આજે કરશે સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનુ ઉદ્ઘાટન, જાણો ખાસિયત, નેતાજી બોસની પણ પ્રતિમાનુ અનાવરણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે સાંજે 7 વાગ્યે નવા નામિત 'કર્તવ્ય પથ'નુ ઉદ્ઘાટન કરશે એટલે કે દિલ્લીનો રાજપથ હવે કર્તવ્ય પથ તરીકે ઓળખાશે.
નવી દિલ્લીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે સાંજે 7 વાગ્યે નવા નામિત 'કર્તવ્ય પથ'નુ ઉદ્ઘાટન કરશે એટલે કે દિલ્લીનો રાજપથ હવે કર્તવ્ય પથ તરીકે ઓળખાશે. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીનો આખો લાંબો રસ્તો હવે કર્તવ્યપથ તરીકે ઓળખાશે. આ લૉન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે. લગભગ 3 કિલોમીટર લાંબો આ રસ્તો નવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં લાલ ગ્રેનાઈટનો વૉક વે પહેલા કરતા ચારેબાજુ વધુ હરિયાળી સાથે બનાવવામાં આવ્યો છે. જેમાં લાલ ગ્રેનાઈટનો વોક વે પહેલા કરતા ચારેબાજુ વધુ હરિયાળી સાથે બનાવવામાં આવ્યો છે. નવી નહેરો, રાજ્ય મુજબના ફૂડ સ્ટોલ, નવા ફેસિલિટી બ્લૉક્સ અને વેન્ડિંગ કિઓસ્ક સ્થાપિત કરવામાં આવશે. પીએમ મોદી ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનુ પણ અનાવરણ કરશે. આ પગલુ અમૃત કાળમાં નવા ભારત માટે વડા પ્રધાન મોદીના બીજા 'પંચ પ્રાણ' સાથે સુસંગત છે જેમાં તેમણે કહ્યુ હતુ કે, 'વસાહતી માનસિકતાના કોઈપણ નિશાનને હટાવી દો'.

19 મહિના પછી ખુલશે કર્તવ્યપથ
કર્તવ્ય પથ છેલ્લા 19 મહિનાથી બંધ હતો. હવે આધુનિક સુવિધાઓ સાથે ઈન્ડિયા ગેટ ગુરુવારે તેના ઉદ્ઘાટન પછી તદ્દન નવા અવતારમાં લોકો માટે તૈયાર છે. કર્તવ્યપથ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવુ સંસદ ભવન, કેન્દ્રીય સચિવાલય અને અન્ય ઘણી સરકારી કચેરીઓ પણ બનાવવામાં આવી રહી છે. 100 વર્ષના ઈતિહાસમાં ત્રીજી વખત રાજપથનુ નામ બદલવામાં આવ્યુ છે. બ્રિટિશ કાળમાં તેને કિંગ્સવે કહેવામાં આવતુ હતુ. પરંતુ આઝાદી પછી 1955માં તેનું નામ બદલીને રાજપથ કરી દેવામાં આવ્યુ અને 7મી સપ્ટેમ્બરે તેનુ નામ બદલીને કર્તવ્યપથ રાખવામાં આવ્યુ છે.
|
સેન્ટ્રલ વિસ્ટામાં શું છે ખાસ
રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા એવન્યુની આસપાસના વિસ્તારોમાં ભીડના કારણે માળખાગત સુવિધાઓ પર પડતા દબાણ અને સાર્વજનિક શૌચાલય, પીવાનુ પાણી, સ્ટ્રીટ ફર્નીચર અને પાર્કિંગ સ્થળની પૂરતી વ્યવસ્થા જેવી માળખાગત સુવિધાઓના અભાવના કારણે રાજપથનો પુનર્વિકાસ કરવામાં આવ્યો છે.પીએમઓએ કહ્યુ કે તેણે આર્કિટેક્ચરલ હસ્તકલાનુ ચરિત્ર અને અખંડિતતા જાળવવાનુ પણ સુનિશ્ચિત કર્યુ છે. 'કર્તવ્યપથ' સુધારેલી જાહેર જગ્યાઓ અને સુવિધાઓનુ પ્રદર્શન કરશે, જેમાં વૉકવે સાથે લૉન, લીલી જગ્યાઓ, નવીનીકૃત નહેરો, માર્ગો પર સુધારેલા બોર્ડ, નવી સુવિધાઓ સાથેના બ્લૉક્સ અને વેચાણ સ્ટોલનો સમાવેશ થાય છે.

લોકો માટે વધારવામાં આવી સુવિધાઓ
આ ઉપરાંત રાહદારીઓ માટે નવો અંડરપાસ, પાર્કિંગની સારી જગ્યા, નવી પ્રદર્શન પેનલ અને આધુનિક નાઇટ લાઇટ લોકોને વધુ સારો અનુભવ આપશે. પીએમઓએ કહ્યુ કે આમાં ઘન કચરાનુ વ્યવસ્થાપન, ભારે વરસાદને કારણે એકત્ર થયેલા પાણીનુ સંચાલન, વપરાયેલ પાણીનુ રિસાઈક્લિંગ, વરસાદી પાણીનો સંગ્રહ અને ઊર્જા કાર્યક્ષમ લાઇટિંગ જેવી ઘણી લાંબા ગાળાની સુવિધાઓનો સમાવેશ થાય છે. ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા તે જ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી રહી છે જ્યાં આ વર્ષની શરૂઆતમાં પરાક્રમ દિવસના અવસરે નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ.

ટ્રાફિક વ્યવસ્થામાં કરાયો ફેરફાર
ટ્રાફિક ડીસીપીએ જણાવ્યુ હતુ કે કર્તવ્યપથના ઉદ્ઘાટનની સાથે જ સેન્ટ્રલ વિસ્ટાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યુ કે સામાન્ય નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને દિલ્લી મેટ્રો રેલ કોર્પોરેશન(DMRC) બસોના પાર્કિંગ અને પિક એન્ડ ડ્રૉપની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમને કારણે સંભવિત ડાયવર્ઝન અને ટ્રાફિક રૂટમાં ફેરફારને ધ્યાનમાં રાખીને ડીસીપીએ સલાહ આપી છે કે જેઓ ભીડનો સામનો કરવા માંગતા ન હોય તેઓએ ચોક્કસ રૂટ પર જવાનુ ટાળવુ જોઈએ. એએનઆઈના અહેવાલ મુજબ તેમણે કહ્યુ કે ભીડથી બચવા માટે C હેક્સાગોન, તિલક માર્ગ, પુરાના કિલા રોડ, શેરશાહ રોડ, પંડારા રોડ, ઝાકિર હુસેન રોડ, શાહજહાં રોડ, અકબર રોડ, અશોકા રોડ અને કોપરનિકસ માર્ગ પર મુસાફરી કરવાનુ ટાળો.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
