For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીર સાવરકરની તસવીર સામે આંખો બંધ કરીને કેમ બેસી ગયા પીએમ મોદી?

વીર સાવરકરની તસવીર સામે આંખો બંધ કરીને કેમ બેસી ગયા મોદી?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી રવિવારે પહેલીવાર આંદમાન-નિકોબાર પહોંચ્યા હતા જયાં તેમણે સી-વૉલ સહિત કેટલીય પરિયોજનાનો પાયો નાખ્યો. મોદીએ આયલેન્ડ, નીલ આયલેન્ડ અને હેવલૉક આયલેન્ડનું નામ બદલવાની ઘોષણા કરી છે. જેને ક્રમશઃ નેતાજી સુભાષ ચંદ્ર બોસ, શહીદ અને સ્વરાજ નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પીએમ મોદી એ જગ્યાએ પણ ગયા જેનું નામ સાંભળીને લોકોના રૂવાટાં પણ ઉભાં થઈ જાય.

વીર સાવરકરના ફોટો સામે આંખો બંધ કરીને બેસી ગયા મોદી

વીર સાવરકરના ફોટો સામે આંખો બંધ કરીને બેસી ગયા મોદી

પીએમ મોદીએ સૌથી પહેલા શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરી અને બાદમાં જેલ પહોંચ્યા. પીએમ મોદીએ એ જેલની મુલાકાત લીધી જે કાળાંપાણીના નામથી પ્રખ્યાત હતી. એટલું જ નહિ, પીએમ મોદી એ કોઠરીમાં પણ ગયા જ્યાં વીર સાવરકરને રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ બેરેકમાં વીર સાવરકરની ફોટો સામે આંખો બંધ કરી અને બેસી રહ્યા. બ્રિટિશ કાળમાં આ જેલમાં રાજનૈતિક કૈદીઓને રાખવામાં આવતા હતા.

બધા કેદીઓને એક-બીજાથી દૂર રાખવામાં આવે છે

બધા કેદીઓને એક-બીજાથી દૂર રાખવામાં આવે છે

કેદીઓની સાથે આ જેલમાં અમાનવીય વર્તાવ પણ કરવામાં આવતો હતો. પોર્ટ બ્લેરની આ સેલુલર જેલમાં ભારતની આઝાદી માટે લડનાર સ્વતંત્રતા સેનાનિઓને રાખવામાં આવતા હતા અને તેમને વિવિધ રીતે ટોર્ચર કરવામાં આવતા હતા. અહીં તમામ કેદીઓને એક-બીજાથી અલગ રાખવામાં આવતા હતા અને તેમને અસહ્ય પીડા આપવામાં આવતી હતી.

ક્રાંતિકારિઓ પાસેથી કોલ્હૂથી તેલ કાઢવાનું કામ પણ કરાવાતું હતું

ક્રાંતિકારિઓ પાસેથી કોલ્હૂથી તેલ કાઢવાનું કામ પણ કરાવાતું હતું

આ વિસ્તાર ભારતની મુખ્યભૂમિથી હજારો કિમી દૂર હતો અને જેલની ચારેય બાજુ પાણીથી ઘેરાયેલ હતી. જેથી તેને કાળાપાણીની સજા પણ કહેવામાં આવતી હતી. એ સમયે આ જેલમાં 696 બેરેક બનાવવામાં આવ્યા હતા. આ જેલથી કોઈપણ કેદી ઈચ્છે તો પણ ભાગી શકે તેમ નહતો. અહીં ક્રાંતિકારીઓ પાસેથી કોલ્હૂથી તેલ કઢાવવાનું કામ પણ કરાવવામાં આવતું હતું.

કાળાપાણીની સજા

કાળાપાણીની સજા

જ્યારે બેરેકમાં એક લાકડાનું બેડ, ધાબળો અને માટીનું વાસણ રાખવાની જ અનુમતી હતી. અહીં શૌચાલયનો ઉપયોગ કરવાનો પણ એક નિશ્ચિત સમય હતો અને એ દરમિયાન જ કેદીઓ સૌચાલય જઈ શકતા હતા.

નેતાજીએ પહેલીવાર તિરંગો લહેરાવ્યો

નેતાજીએ પહેલીવાર તિરંગો લહેરાવ્યો

આઝાદીની લડાઈ દરમિયાન અંગ્રેજો કેટલાય નેતાઓને આંદામાનની આ જેલમાં કેદ કરીને રાખતા હતા. પોર્ટ બ્લેરમાં જ 30 ડિસેમ્બર 1943ના રોજ નેતાજીએ બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનીઓ દ્વારા આ દ્વીપો પર કબ્જો કર્યા બાદ અહીં પહેલીવાર તિરંગો લહેરાવ્યો હતો.

બાંગ્લાદેશ ચૂંટણીઃ શેખ હસીનાની જીત અને ચૂંટણી સાથે જોડાયેલી ખાસ વાતો બાંગ્લાદેશ ચૂંટણીઃ શેખ હસીનાની જીત અને ચૂંટણી સાથે જોડાયેલી ખાસ વાતો

English summary
PM Modi visits Cellular Jail, pays tribute to Veer Savarkar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X