For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Man Vs Wild માં પીએમ મોદી ખતરાનો સામનો કરશે, ફોટો સામે આવી

દુનિયાભરમાં ફેમસ શૉ મેન વર્સીઝ વાઇલ્ડમાં તમે હંમેશા બેયર ગ્રિલ્સને જંગલોમાં મુશ્કિલ પરિસ્થિતિનો સામનો કરતા જોયો હશે.

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં ફેમસ શૉ મેન વર્સીઝ વાઇલ્ડમાં તમે હંમેશા બેયર ગ્રિલ્સને જંગલોમાં મુશ્કિલ પરિસ્થિતિનો સામનો કરતા જોયો હશે. બેયર ગ્રિલ્સ આ શૉમાં બધી જ મુસીબતોનો સામનો કરીને તેમને જણાવે છે કે તમે જંગલમાં ફસાઈ જાઓ તો કેવી રીતે પોતાને સુરક્ષિત રાખવા. આ શૉમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ આવી ચુક્યા છે. પરંતુ હવે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શોમાં જોવા મળશે. આ વિશે બેયર ગ્રિલ્સ ઘ્વારા જાતે ટ્વિટર પર તેની જાણકારી આપવામાં આવી છે.

12 ઓગસ્ટે શૉ આવશે

12 ઓગસ્ટે શૉ આવશે

બેયર ગ્રિલ્સ ઘ્વારા પીએમ મોદીને શૉનો હિસ્સો ગણાવતા જાણકારી આપતા ટવિટ કરવામાં આવ્યું છે જેમાં તેમને પીએમ મોદી સાથેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેમને આ વાતની જાણકારી આપી છે કે પીએમ મોદી આ શૉમાં તેમની સાથે જોવા મળશે. તેમને ટવિટ કરીને લખ્યું છે કે દુનિયાભરના 180 દેશોના લોકો પીએમ નરેન્દ્ર મોદીના અજાણ્યા રૂપને જોશે. તમે પીએમ મોદીના આ શૉને ડિસ્કવરી ચેનલ પર 12 ઓગસ્ટ રાત્રે 9 વાગ્યે જોઈ શકો છો.

નોટ: બધી જ તસવીરો અને વીડિયો ડિસ્કવરી ચેનલમાંથી લેવામાં આવી છે

પીએમ મોદીને જેકેટ ભેટ આપી

પીએમ મોદીને જેકેટ ભેટ આપી

બેયર ગ્રિલ્સ ઘ્વારા જે વીડિયો જાહેર કરવામાં આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે પીએમ મોદી એક ગાડીમાં છે, તેઓ શૉના હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે વાતચીત કરવા જોવા મળી રહ્યા છે. તેની સાથે સાથે પીએમ મોદી બેયર ગ્રિલ્સ સાથે નાવડીમાં બેઠેલા જોવા મળી રહ્યા છે, જેમાં તેઓ એકબીજા સાથે હસી મજાક કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં બેયર ગ્રિલ્સ પીએમ મોદીને જેકેટ ભેટ આપી રહ્યા છે. રસપ્રદ વાત છે કે પીએમ મોદી વીડિયોના એક ભાગમાં હિન્દી બોલતા પણ જોવા મળી રહ્યા છે.

વિવાદ થઇ ચુક્યો છે

આપને જણાવી દઈએ કે ડિસ્કવરી ચેનલ પર પીએમ મોદીના આ શૂટને કારણે વિવાદ થઇ ચુક્યો છે. ખરેખર જયારે પુલવામાં હુમલો થયો હતો ત્યારે પીએમ મોદીની કેટલીક ફોટો સામે આવી હતી, જેમાં તેઓ શૂટિંગ કરી રહ્યા હતા. તસવીરો સામે આવ્યા પછી કોંગ્રેસે તેના પર વિવાદ કર્યો હતો અને પીએમ મોદી પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ ટવિટ કરીને કહ્યું હતું કે જયારે પુલવામમાં 40 જવાનોની શહાદતની ખબરના ત્રણ કલાક પછી પણ પીએમ મોદી ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા.

English summary
PM Modi will be seen with Bear Grylls in Man vs Wild Discovery Channel Show
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X