PM મોદી UNSCની અધ્યક્ષતા કરનારા પ્રથમ વડાપ્રધાન બનશે

UNSCની કમાન આજથી એક મહિના માટે ભારતના હાથમાં રહેશે. PM નરેન્દ્ર મોદી UNSCની બેઠકની અધ્યક્ષતા કરશે. આ પ્રસંગને રાજદ્વારી દ્રષ્ટિકોણથી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની કમાન આજથી એક મહિના માટે ભારતના હાથમાં રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી UNSCની બેઠકની અધ્યક્ષતા કરશે. જ્યારે આ પ્રસંગને રાજદ્વારી દ્રષ્ટિકોણથી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન હશે જેમણે UNSC બેઠકની અધ્યક્ષતા કરવાનો નિર્ણય કર્યો છે. UNSCમાં આ આપણી આઠમી ટર્મ છે.

PM Modi

ઉલ્લેખનીય છે કે, ભારત ઓગસ્ટ મહિના દરમિયાનમાં UNSCની અધ્યક્ષતા કરશે, સંયુક્ત રાષ્ટ્રના નિયમો અનુસાર દરેક સભ્ય દેશને વરાફરતી UNSCની બેઠકની અધ્યક્ષતા કરવાની તક આપવામાં આવે છે. વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગમાં માધ્યમથી બેઠકની અધ્યક્ષતા કરશે, જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ સચિવ શ્રિંગલા ન્યૂયોર્કની મુલાકાત લેશે. સૈયદ અકબરુદ્દીને વધુ માહિતી આપતા જણાવે છે કે, 75 થી વધુ વર્ષોમાં આ પ્રથમ વાર છે, જ્યારે ભારતના રાજકીય નેતૃત્વમાં UNSC કાર્યક્રમની અધ્યક્ષતા કરવાનો નિર્ણય કર્યો છે.

સૈયદ અકબરુદ્દીને જણાવ્યું હતું કે, દેશના ટોચના નેતાઓ સામેથી નેતૃત્વ કરવા માગે છે. આ એક વર્ચ્યુઅલ બેઠક છે, તેમ છતાં અમારા માટે આ પ્રકારનો આ પહેલો અનુભવ છે, તેથી તે એક ઐતિહાસિક ક્ષણ હશે. આ અગાઉ 1992માં તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવ આ પ્રયાસમાં રોકાયેલા હતા, જ્યારે તેમણે UNSCની બેઠકમાં ભાગ લીધો હતો. ભારત હવે બતાવી દેવા માંગે છે કે, આપણું નેતૃત્વ UNSC પ્રત્યે ગંભીર છે, અને ભારત પોતાનું નેતૃત્વ વિશ્વ સમક્ષ સાબિત કરવા માંગે છે. હું આ પ્રયાસને આવકારું છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X