PM મોદી આ વર્ષે પણ સેનાના જવાનો સાથે મનાવશે દિવાળી, જાણો ક્યાં?

દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની સુરક્ષામાં સરહદ પર જવાનો સાથે તેમની દિવાળી ઉજવશે.

નવી દિલ્લીઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની સુરક્ષામાં સરહદ પર જવાનો સાથે તેમની દિવાળી ઉજવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી છેલ્લા આઠ વર્ષથી સૈનિકો વચ્ચે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. સૂત્રોના મુજબ પ્રધાનમંત્રી મોદી દિવાળી ક્યાં ઉજવશે તે નક્કી થઈ ગયુ છે પરંતુ સુરક્ષા કારણોસર હજુ સુધી તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. માહિતી મુજબ, PM મોદી આજે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સશસ્ત્ર દળોના જવાનો સાથે દિવાળી મનાવશે અને સૈનિકો સાથે દિવાળી મનાવવાની તેમની પરંપરાને જાળવી રાખશે.

PM Modi

અમુક અહેવાલો મુજબ પીએમ મોદી ઉત્તરાખંડના સરહદી ગામ માણામાં જવાનોને મળવા જશે અને તેમની સાથે દિવાળી મનાવશે. વળી, ઘણા અહેવાલોમાં એવુ કહેવામાં આવ્યુ છે કે પીએમ મોદી કારગીલમાં દ્રાસ જઈ શકે છે. જો કે પીએમઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી. તમને જણાવી દઈએ કે જ્યારથી પીએમ મોદી સત્તામાં આવ્યા ત્યારથી તેઓ સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. પીએમ મોદી 2014માં સિયાચીન, 2016માં હિમાચલ પ્રદેશના ચાંગો ગામમાં, 2017માં જમ્મુ-કાશ્મીરની ગુરેઝ ઘાટીમાં, 2018માં ઉત્તરાખંડના હરસિલ, 2019માં જમ્મુ-કાશ્મીરના રાજૌરી, 2020માં લોંગેવાલા પોસ્ટ પર, 2021માં નૌશેરામાં સેનાના જવાનો સાથે દિવાળીનો પવિત્ર તહેવાર ઉજવ્યો હતો.

તમને જણાવી દઈએ કે ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, 'તમને સહુને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રોશનીનો આ તહેવાર દરેકના જીવનમાં ખુશીઓ અને સારુ સ્વાસ્થ્ય લઈને આવે.' અન્ય ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યુ, 'સૌને દિવાળીની શુભકામનાઓ. દિવાળી એ પ્રકાશ અને ચમકનો તહેવાર છે. આ પવિત્ર તહેવાર તમારા અને આપણા સહુના જીવનમાં સુખ અને સમૃદ્ધિની ભાવના આગળ વધારશે. મને આશા છે કે આ દિવાળી તમારા મિત્રો અને પરિવારો માટે શાનદાર રહેશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X