For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી અને ડેનમાર્કના પીએમ સાથે વર્ચ્યુઅલ દ્વિપક્ષીય સમ્મેલન

પીએમ મોદી અને ડેનમાર્કના પીએમ સાથે વર્ચ્યુઅલ દ્વિપક્ષીય સમ્મેલન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેનમાર્કના પોતાના સમકક્ષ મેટી ફ્રેડરિક્સન સાથે વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર સમ્મેલનમાં ભાગ લેશે. આ સમ્મેલનની મેજબાની ભારત કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે આ વિશે જાણકારી આપી છે.

pm modi

મીટિંગ સંબંધમાં જાણકારી આપતાં વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત-ડેનમાર્ક દ્વિપક્ષીય સંબંધ નિયમિત ઉચ્ચ સ્તરીય આદાન પ્રદાન સાથે જ ઐતિહાસિક સંબંધો અને લોકતાંત્રિક પરંપરાઓ આધારિત છે.

કોઈપણ યૂરોપીય નેતા સાથે પ્રધાનમંત્રી સાથે થનારી આ પહેલી વર્ચ્યુઅલ મીટિંગ હશે. જ્યારે કોવિડ 19 મહામારી બાદ આ પીએમ મોદીની કઈપણ વિશ્વ નેતા સાથે ચોથી વર્ચ્યુઅલ મીટિંગ હશે. અગાઉ પીએમ મોદી ઓસ્ટ્રેલિયા, યૂરોપીય યૂનિયન અને શ્રીલંકાના નેતાઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી ચૂક્યા છે.

ખેડૂતની મજબૂતીથી આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત થશેઃ પીએમ મોદીખેડૂતની મજબૂતીથી આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત થશેઃ પીએમ મોદી

આ બેઠકમાં બે પ્રમુખ બિંદુઓ પર વાત થયાની ઉમ્મીદ કરવામાં આવી રહી છે જેમાં પહેલા બૌદ્ધિક સંપદાના ક્ષેત્રમાં સહમતિ પત્ર પર હસ્તાક્ષર સામેલ છે. સાથે જ ડેનમાર્કના આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સામેલ થવા પર ચર્ચા થઈ શકે છે.

એક દિવસ પહેલાં જ બંને દેશ વચ્ચે સમજૂતી થઈ હતી

જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ શનિવારે ભારત અને ડેનમાર્કે બૌદ્ધિક સંપદા અધિકારોના ક્ષેત્રમાં સહયોગ માટે એક MoU પર હસ્તાક્ષર કર્યા હતા. જે અંતર્ગત બંને દેશ પ્રશિક્ષણ કાર્યક્રમમાં સહયોગ વધારવા અને સર્વોત્તમ પ્રથાઓનું આદાન પ્રદાન કરવા પર કામ કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે બંને પક્ષ એમઓયૂને લાગૂ કરવા માટે એક દ્વિપક્ષીય કાર્ય યોજના તૈયાર કરશે, જેમાં સહયોગ ગતિવિધિઓને પૂરી કરવાની વિસ્તૃત યોજના સામેલ હશે.

English summary
PM Modi will hold virtual bilateral summit with denmark pm mette frederiksen
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X