Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM મોદી અસમમાં 'મહાબાહુ-બ્રહ્મપુત્ર'નુ કરશે ઉદઘાટન, ધૂબરી-ફૂલબારી પુલની રાખશે આધારશિલા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અસમમાં વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી 'મહાબાહુ-બ્રહ્મપુત્ર'નુ ઉદઘાટન કરશે.

PM Narendra Modi to launch 'Mahabahu-Brahmaputra in Assam today: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અસમમાં વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી 'મહાબાહુ-બ્રહ્મપુત્ર'નુ ઉદઘાટન કરશે. આ સાથે જ પીએમ મોદી આજે ગુરુવારે (18 ફેબ્રુઆરી)એ ધૂબરી-ફૂલબારી પુલની આધારશિલા રાખશે. પીએમ મોદી ગુરુવારે 12 વાગે માજુલી પુલના નિર્માણ માટે ભૂમિપૂજન પણ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) અનુસાર આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતના પૂર્વ ભાગોમાં નિર્બાધ કનેક્ટીવિટી પૂરી પાડવાનો છે અને આમાં બ્રહ્મપુત્ર અને બરાક નદીની આસપાસ રહેતા લોકો માટે વિવિધ વિકાસ ગતિવિધિઓ શામેલ છે. આ ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ અભિયાન હેઠળ કરવામાં આવશે.

pm modi

પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ) અનુસાર 'મહાબાહુ-બ્રહ્મપુત્ર'નુ પ્રક્ષેપણ, નેમાટી-માજૂલી દ્વીપ, ઉત્તરી ગુવાહાટી-દક્ષિણ ગુવાહાટી અને ધૂબરી-હિંગમિંગારી વચ્ચે રો-પેક્સ શિપ સંચાલનના ઉદઘાટન દ્વારા કરવામાં આવશે. આમાં જોગીગોપામાં અંતર્દેશીય જળ પરિવહન(IWT)ટર્મિનલનો શિલાન્યાસ અને બ્રહ્મપુત્ર નદી પર વિવિધ પર્યટક ઘાટ અને ઈઝ ઑફ ડુઈંગ-બિઝનેસ માટે ડિજિટર સમાધાનનો શુભારંભ શામેલ છે. આ સાથે જ બ્રહ્મપુત્ર નદી પર વિવિધ પર્યટક ઘાટ પણ બનાવવામાં આવશે.

ઘૂબરી ફૂલબાડી પુલ એનએચ-127બી પર સ્થિત હશે, જે એનએચ-27 (પૂર્વ-પશ્ચિમ ગલિયારા)માં શ્રીરામપુરથી નીકળીને મેઘાલયમાં એનએચ-106 પર નોંગસ્ટોઈન સુધી જશે. આ અસમમાં ધૂબરીને મેઘાલયના ફૂલબાડી સાથે જોડશે અને તુરા, રોંગ્રામ અને રોંગજેંગને જોડશે. ધૂબરી ફુલબાજી પુલને બનાવવામાં લગભગ 4,997 કરોડ રૂપિયા લાગ્યા છે. આની માંગ અસમ અને મેઘાલયમાં લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. આ પહેલા અસમ અને મેઘાલયના લોકો નદીના બે કિનારા વચ્ચે મુસાફરી કરવા માટે માત્ર નૌકા સેવાઓ પર નિર્ભર હતા. આ પુલની લંબાઈ 19 કિલોમીટર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X