US પ્રવાસ દરમિયાન ઓબામાની સાથે ડિનર નહીં કરે PM મોદી!

કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ અનુસાર વડાપ્રધાન મોદી 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબરની વચ્ચે યોજાનાર પાંચ દિવસના અમેરિકન પ્રવાસ પર માત્ર ફળોનો જ આહાર લેશે.
પીએમઓના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ચાર દાયકાથી નવરાત્રિનું વ્રત કરી રહ્યા છે અને આ વર્ષે પણ તેઓ આ ક્રમને જાળવી રાખશે. અમે વડાપ્રધાનના વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખતા તેમને જણાવ્યું કે વડાપ્રધાન માત્ર જ્યૂસ લેશે. પરંતુ તેના માટે પણ તેમણે હા કે ના કહી નથી.'
મોદીના પ્રવાસ પર ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેયર ગાર્ડનમાં કાર્યક્રમનું આયોજન કરી રહેલા જાણીતા એનઆરઆઇએ જણાવ્યું, 'અમને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે કે વડાપ્રધાનના ઉપવાસને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમને થકાઉ નથી બનાવવાનો.'
મેડિસન સ્ક્વેયર પર થનારા કાર્યક્રમમાં 18 હજાર લોકોના સામેલ થવાની સંભાવના છે, કાર્યક્રમના મુખ્ય આયોજકોમાંથી એક વ્યવસાયે ફિજિશિયન ડૉ. ભરત બરાઇએ જણાવ્યું કે 'અમને આ વાતની જાણકારી મળી છે કે વડાપ્રધાન પ્રવાસ દરમિયાન ઉપવાસ રાખશે. નવી દિલ્હી તરફથી નિર્દેશ મળ્યો છે કે વડાપ્રધાનના કાર્યક્રમને વ્યસ્ત ના બનાવવામાં આવે. જોકે વડાપ્રધાનનો આ પ્રવાસ ખૂબ જ ખાસ છે અને અન્ય શહેરોમાં વડાપ્રધાનને આમંત્રિત કરવાના અન્ય ઘણા નિમંત્રણો આવી રહ્યા છે.'












Click it and Unblock the Notifications
