કોરોના વેક્સીન રિવ્યૂ માટે પીએમ મોદી સીરમ ઈન્સ્ટીટ્યૂટની મુલાકાતે જશે

કોરોના વેક્સીન રિવ્યૂ માટે પીએમ મોદી સીરમ ઈન્સ્ટીટ્યૂટની મુલાકાતે જશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટમાં વિશ્વભરની ઉમ્મીદ કોવિડ-19 વેક્સીન પર ટકી છે. ભારતમાં પણ કોરોના વેક્સીનને લઈ ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે જેમાં કેટલીય રસીના પરિણામ સકારાત્મક આવ્યાં છે. ઉમ્મીદ જતાવવામાં આવી રહી છે કે આગામી વર્ષે 2021ની શરૂઆત સુધી કોરોના વાયરસની વેક્સીન દર્દીઓને મળતી શરૂ થઈ જશે. આ ક્રમમાં પુણેના સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાએ કોરોના વેક્સીનના પ્રોડક્શનનું કામ તેજ કરી દીધું છે. પ્રાપ્ત જાણકારી મુજબ 28 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વેક્સીનના રિવ્યૂ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ, પુણેની મુલાકાત લેશે.

pm modi

જણાવી દઈએ કે ઑક્સફોર્ડ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વેક્સીન કેટલાય મહિના પહેલા તૈયાર કરી લીધી હતી, પરંતુ તેના ટ્રાયલ અને ઉત્પાદનની જવાબદારી ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટને આપી છે. જે કારણે હાલ દેશભરની કેટલીય સંસ્થાઓમાં ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જેના પરિણામ આવતાં જ SIIમાં ઉત્પાદન શરૂ થઈ જશે. આ ઉપરાંત પુણેમાં જ આવેલ જેનોવા બાયોફાર્માસ્યુટિકલ ખુદની વેક્સીનના પહેલા તબક્કાનું ટ્રાયલ કરવા જઈ રહી છે. પીએમ મોદી 28 તારીખે આ બંને કંપનીઓનો પ્રવાસ કરશે. સાથે જ ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓનો જુસ્સો પણ વધારશે.

ઉલ્લેખનીય છે કે ભારતની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાને દુનિયાની કેટલીય રસી ઉત્પાદનોના ઓર્ડર મળી રહ્યા છે. સીરમ સીઈઓ અદાર પૂનાવાલાએ બુધવારે કહ્યું હતું કે આગલા વર્ષ સુધી ભારત પાસે અપ્રૂવ્ડ કોરોના વેક્સીન હશે. જે સંપૂર્ણપણે સાર્વજનિક ઉપયોગ માટે સુરક્ષિત હશે. અદાર પૂનાવાલાએ આ દાવાથી થોડી રાહત મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X