• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત પર આપ્યો ભાર, કહ્યું લૉકલ ખરીદો વૉકલ બનો

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસ મહામારીને પગલે દેશભરમાં લૉકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ આજે 12 મેના રોજ સાંજે 8 વાગ્યે દેશને નામ સંબોધન કર્યું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કેટલીક મહત્વની જાહેરાત કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "કોરોના સંક્રમણથી મુકાબલો કરતાં દુનિયાથી હવે 4 મહિનાથી વધુનો સમય વીતી ગયો છે. આ દરમિયાન તમામ દેશોના 42 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. પોણા ત્રણ લાખથી વધુ લોકોના દુખદ મૃત્યુ થયાં છે. ભારતમાં પણ અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુાવ્યા છે. હું બધા પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. સાથીઓ, એક વાયરસે દુનિયાને તહેસ નહેસ કરી નાખી છે. વિશ્વભરમાં કરોડો જિંદગીઓ સંકટનો સામનો કરી રહી છે."

આખી દુનિયા જિંદગી બચાવવામાં એક પ્રકારે જંગ લડી રહી છે, આપણે આવો સંકટ ક્યારેય જોયો પણ નથી અને સાંભળ્યું પણ નથી. નિશ્ચિત રૂપે માનવજાતી માટે આ બધું જ અકલ્પનિય છે. આ ક્રાઈસિસ અભૂતપૂર્વ છે. પરંતુ થાકવું, હારવું, ટૂટવું, વિખેરાવું માનવને મંજૂર નથી. સતર્ક રહેતાં એવી જંગના બધા નિયમોનું પાલન કરતાં આપણે હવે બચવાનું પણ છે અને આગળ વધવાનું પણ છે.

આજે જ્યારે દુનિયા સંકટમાં છે ત્યારે આપણે આપણો સંકલ્પ વધુ મજબૂત કરવો પડશે. આપણો સંકલ્પ આ સંકટથી પણ વિરાટ હશે.21મી સદી ભારતની હોય તે આપણું સપનું જ નહિ આપણી જવાબદારી પણ છે. પરંતુ તેનો માર્ગ શું હશે. વિશ્વની આજની સ્થિતિ આપણને સિખવે છે કે આનો માર્ગ એક જ છે- આત્મ નિર્ભર ભારત. આપણે ત્યાં સાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે 'આજ રસ્તો છે.'

એક રાષ્ટ્રના રૂપે આજે આપણે મહત્વના વળાંકે ઉભા છીએ. આટલી મોટી વિપત્તી ભારત માટે એક સંકેત લઈને આવી છે. એક સંદેશ લઈને આવી છે. એક અવસર લઈને આવી છે. હું એક ઉદાહરણ સાથે મારી વાત જણાવવાનો પ્રયાસ કરું છું. જ્યારે કોરોના સંકટ શરૂ થયો ત્યારે ભારતમાં એકપણ પીપીઈ કીટ નહોતી બનતી. N95 માસ્કનું ભારતમાં નામ માત્ર ઉત્પાદન થતું હતું. આજે સ્થિતિ એ છે કે ભારતમાં જ દરરોજ બે લાખ પીપીઈ અને બે લાખ એન95 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. આ આપણે એટલા માટે કરી શક્યા કેમ કે ભારતે વિપત્તિને અવસરમાં બદલી નાખી. વિપત્તિને અવસરમાં બદલવાની ભારની આ દ્રષ્ટિ આત્મ નિર્ભર ભારતના આપણા સંકલ્પ માટે એટલી જ પ્રભાવી સિદ્ધ થનારી છે. સાથીઓ આજે વિશ્વમાં આત્મ નિર્ભર શબ્દનો મતલબ સંપૂર્ણ પણે બદલાઈ ગયો છે.

અર્થતંત્ર વૈશ્વિકરણ બનામ માનવ કેન્દ્રિત વૈશ્વિકરણ આજે જોરો પર છે. વિશ્વ સામે ભારતનું મૂળભૂત ચિંતન આશાનું કિરણ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ, ભારતના સંસ્કાર એ આત્મનિર્ભરતાની વાત કરે છે જેની આત્મા વસુદૈવ કુટુંબકમ છે. વિશ્વ એક પરિવાર, ભારત જ્યારે આત્મનિર્ભરતાની વાત કરે છે તો આત્મ કેન્દ્રિત વ્યવસ્થાની વકાલત નથી કરતું.

ભારતની આત્મનિર્ભરતામાં સંસારના સુખ સહયોગ અને શાંતિની ચિંતા હોય છે. જે સંસ્કૃતિ જય જગતમાં વિશ્વાસ રાખે છે, જે જીવ માત્રના કલ્યાણ ઈચ્છે છે, જે આખા વિશ્વને પરિવાર માને છે.

ભારતના લક્ષ્યોનો પ્રભાવ, ભારતના કાર્યોનો પ્રભાવ વિશ્વ કલ્યાણ પર પડે જ છે. જ્યારે ભારત ખુલ્લામાં સૌચથી મૂક્ત થાય છે, તો દુનિયાની તસવીર પણ બદલાય છે. ટીબી હોય, કુપોષણ હોય, પોલિયો હોય, ભારતના અભિયાનોની અસર દુનિયા પર પડે જ છે. ઈન્ટરનેશનલ સોલર અલાયન્સ, ગ્લોબલ વોર્મિંગ વિરુદ્ધ ભારતની દુનિયાની ભેટ છે. ઈન્ટરનેશનલ યોગા દિવસની પહેલ માનવે જીવાત્માઓને તણાવથી મુક્તિ અપાવવા માટે ભારતની ભેટ છે.

જિંદગી અને મોતની લડાઈ લડી રહેલ દુનિયા માટે ભારતની દવાઓ આશાનું કિરણ છે. ત્યારે દરેક ભારતીય ગર્વ કરે છે. દુનિયાને વિશ્વાસ થવા લાગ્યો છે કે ભારત ઘણું સારું કરી શકે છે. માનવ જાતીના કલ્યાણ માટે ઘણું સારું આપી શકે છે. સવાલ એ છે કે આખરે કેવી રીતે- આ સવાલનો પણ ઉત્તર છે 130 કરોડ દેશ વાસીઓનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ. સાથીઓ આપણો સદીઓનો ગૌરવપૂર્ણ ઈતિહાસ રહ્યો છે. ભારત જ્યારે સમૃદ્ધ હતું સોને કી ચિડિયા કહેવાતું હતું.

સમય બદલાઈ ગયો, દેશ ગુલામીની સાંકડમાં જકડાઈ ગયો, આપણે વિકાસ માટે તરસતા રહ્યા. આજે ફરી ભારત વિકાસ તરફ સફળતાપૂર્વક પગલું વધારી રહ્યો છે. ત્યારે પણ વિશ્વ કલ્યાણ પર અટલ છે. આજે આપણી પાસે સાધન છે, સામર્થ છે, આપણી પાસે દુનિયાના સૌથી શ્રેષ્ઠ ટેલેન્ટ છે. આપણે બેસ્ટ પ્રોડક્ટ બનાવશું, આપણી ક્વોલિટી વધુ સારી કરશું. સપ્લાઈ ચેનને વધઉ મજબૂત બનાવશું.

સાથીઓ મેં મારી આંખો સામે કચ્છ ભૂકંપના એ દિવસો જોયા છે, જ્યાં ચારો તરફ માત્ર કાટમાળ જ કાટમાળ હતો, બધું જ ધ્વંસ્ત થઈ ગયું હતું. એવું લાગતું હતું જાણે કચ્છ મોતની ચાદર ઓઢીને ઊંઘી ગયું છે. એ પરિસ્થિતિમાં કોઈવિચારી પણ નહોતું શકતું કે હાલાત બદલી શકે, પરંતુ જોતજોતામાં કચ્ચ ઉભું થયું કચ્ચ ચાલવા માંડ્યું. આપણી ધારી લઈએ તો એકેય રસ્તા અઘરા નથી, અને આજે તો ઈચ્છા પણ છે અને રસ્તો પણ છે-જે છે ભારતને આત્મનિર્ભર બનાવવું.

ભારત આત્મ નિર્ભર બની શકે છે. સાથીઓ આત્મનિર્ભર ભારતની આ ભવ્ય ઈમારત પાંચ પિલોર પર ઉભી હશે, પહેલો પીલર ઈકોનોમી- એક એવી ઈકોનોમી જે કોન્ટમ જમ્પ લાવે, બીજો પિલોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જે આધૂનિક ભારતનો પાયો બને. ત્રીજો પિલર આપણી સિસ્ટમ જે 21મી સદીના સપનાને સાકાર કરનારી ટેક્નોલોજી ડ્રિવન વ્યવસ્થાઓ પર આધારિત હોય. ચોથો પિલર- આપમી ડેમોક્રેસી જે દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસીમાં આપણી વાઈબ્રન્ટ ડેમોક્રેસી આપણી તાકાત છે. પાંચમો પિલર ડિમાંડ- આપણી અર્થવ્યવસ્થામાં ડિમાંડ અને સપ્લાયનું જે ચક્ર છે, જે તાકાત છે તેનો ઉપયોગ કરવાની જરૂર છે.

કોરોના સંકલ્પનો સામનો કરતાં નવા સંકલ્પ સાથે આજે હું વિશેષ આર્થિક પેકેજની ઘોષણા કરું છું. આ આર્થિક પેકેજ આત્મ નિર્ભર ભારત અભિયાનની મહત્વની કડી તરીકે કામ કરશે. સાથીઓ હાલમાં સરકારે કોરોના સંકટ સાથે જોડાયેલ જે આર્થિક ઘોષણાઓ કરી હતી, જે રિઝર્વ બેંકના ફેસલા હતા અને આજે જે આર્થિક ફેસલાનું એલાન થઈ રહ્યું છે, તેને જોડી દઈએ તો આ 20 લાખ કરોડ રૂપિયાનું છે. આ પેકેજ ભારતની જીડીપીનો 10 ટકા ભાગ છે. આ બધા દ્વારા દેશના વિવિધ વર્ગોને આર્થિક વ્યવસ્થાની કડીઓને 20 લાખ કરોડ રૂપિયાનો સપોર્ટ મળશે.

20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ 2020માં દેશની વિકાસ યાત્રાને 20 લાખ 2020માં આત્મનિર્ભર ભારત અભિયાનને એક નવી ગતિ આપશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આ પેકેજને લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લૉસ બધા પર બળ આપવામાં આવ્યું છે. આ આર્થિક પેકેજ આપણા કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, આપણા લઘુ ઉદ્યોગ, આપણા MSMEs માટે છે જે કરોડો લોકોની આજીવિકાનું સાધન છે. જે આત્મનિર્ભર ભારતના આપણા સંકલ્પનો મજબૂત આધાર છે. આ આર્થિક પેકેજ દેશના એવા શ્રમિક માટે છે, દેશના એ ખેડૂત માટે છે જે હરેક સ્થિતિ હરેક મોસમમાં દેશવાસીઓ માટે દિવસ રાત પરિશ્રમ કરી રહ્યા છે.

આ આર્થિક પેકેજ આપણા દેશના મધ્યમ વર્ગ માટે છે જે ઈમાનદારીથી ટેક્સ આપે છે, દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. કાલથી શરૂ કરી આગામી કેટલાક દિવસ સુધી નાણામંત્રી દ્વારા તમને આત્મનિર્ભર ભારતથી પ્રેરિત આ આર્થિક પેકેજની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. સાથીઓ આત્મનિર્ભર ભારત બનાવવા માટે બોલ્ડ રિફોર્મની પ્રતિબદ્ધતા સાથે હવે દેશનું આગળ વધવું જરૂરી છે. તમે પણ અનુભવ્યું હશે કે ગત છ વર્ષોમાં જે રિફોર્મ થયા તેના કારણે આજે સંકટના એ સમયે ભારતની વ્યવસ્થા વધુ સક્ષમ, વધુ સમર્થ જોવા મળી છે. નહિતર કોણ વિચારી શકતું હતું કે ભારત સરકાર જે પૈસા મોકલશે તે પૂરે પૂરા ગરીબના ખીસ્સા સુધી પહોંચી શકશે, પરંતુ આ થયું, એ પણ એવા સમયે થયું જ્યારે બધા જ સરકારી ઑફિસો બંધ હતા, ટ્રાન્સપોર્ટના સાધન બંધ હતા.

ખેડૂત સશક્ત થાય અને ભવિષ્યમાં બીજા સંકટમાં કૃષિ પર ઓછામાં ઓછું સંકટ થાય તે સુનિશ્ચિત કરવામાં આ રિફોર્મ મદદરૂપ થશે. આ રિફોર્મ બિઝનેસને પ્રોત્સાહિત કરશે, રોકાણને આકર્ષિત કરશે અને મેક ઈન ઈન્ડિયાના આપણા સંકલ્પને સશક્ત કરશે.

સાથીઓ આત્મનિર્ભરતા, આત્મબળ અને આત્મ વિશ્વાસથી જ સંભવ છે. આત્મનિર્ભરતા ગ્લોબલ સપ્લાય ચેનમાં આકરી સ્પર્ધા માટે પણ દેશને તૈયાર કરે છે. અને આજે આ સમયની માંગ છે કે ભારત દરેક સ્પર્ધામાં જીતે, ગ્લોબલ સપ્લાઈ ચેનમાં મોટી ભૂમિકા નિભાવે. આને સમજમાં આર્થિક પેકેજમાં અનેક પ્રાવધાન કર્યા છે જેનાથી આપણા બધા સેક્ટરની એફિસિએન્સી વધશે અને ક્વોલિટી પણ સુનિશ્ચિત થશે.

સાથીઓ આ સંકલ્પ એટલો મોટો છે કે મોટામાં મોટી વ્યવસ્થાઓ પણ હલી ગઈ છે, પરંતુ આ પરિસ્થિતિઓમાં જ આપણે, દેશે આપણા ગરીબ ભાઈ બહેનોની સંઘર્ષ શક્તિનું દર્શન કરાવ્યાં છે. આપણા શ્રમિક સાથીઓ, ઘરોમાં કામ કરતા ભાઈ બહેનોએ આ દરમિયાન ઘણા કષ્ટ ભોગવ્યા છે, તપસ્યા કરી છે, ત્યાગ કર્યું છે, એવું કોણ હશે જેમણે તેમની અનુપસ્થિતિને મહેસૂસ ના કર્યું. હવે આપણું કર્તવ્ય છે તેમને તાકાતવર બનાવવાના. જેને ધ્યાનમાં રાખી ગરીબ હોય, શ્રમિક હોય, પ્રવાસી મજૂર હોય, પશુપાલક હોય, માછીમાર હોય દરેક તબક્કા માટે આર્થિક પેકેજમાં કેટલાક મહત્વના ફેસલાનું એલાન કરવામા આવશે.

કોરોના મહામારીએ આપણને લોકલ સપ્લાય ચેનનું મહત્વ સમજાવી દીધું છે, આપણને લોકલે જ બચાવ્યા છે, લોકલ માત્ર જરૂરત નથી બલકે આપણા બધાની જવાબદારી છે. સમયે આપણને સમજાવ્યા છે, કે લોકલને આપણે આપણું જીવન મંત્ર બનાવવો જોઈએ. આજે જે ગ્લોબલ બ્રાન્ડ્સ લાગે છે તે પણ એક દિવસ આવી જ રીતે બિલકુલ લોકલ હતા, પરંતુ ત્યાંના લોકોએ તેનો ઉપયોગ અને પ્રચાર શરૂ કર્યો તો તે પ્રોડક્ટ લોકલથી ગ્લોબલ બની ગઈ. માટે આજથી હરેક ભારતવાસીએ આપણા લોકલ માટે વોકલ બનવાનું છે. માત્ર લોકલ પ્રોડક્ટ જ નથી ખરીદવાની બલકે તેનો ગર્વથી પ્રચાર પણ કરવાનો છે.

મને વિશ્વાસ છે કે આપણો દેશ આવું કરી શકે છે, તમારા પ્રયાસોએ તો હરેક વાર તમારા પ્રત્યે મારી શ્રદ્ધા વધારી દીધી છે, હું ગર્વ સાથે એક વાત મહેસૂસ કરું છું, જ્યારે મેં તમને દેશથી ખાદી ખરીદવાનો આગ્રહ કર્યો હતો, એમ પણકહ્યું હતું કે દેશના હેન્ડલુમ સેક્ટરને સપોર્ટ કરો. તમે જુઓ થોડા દિવસમાં જ ખાદી અને હેન્ડલુમ પ્રોડક્ટની ડિમાંડ વધી ગઈ અને તેને તમે મોટી બ્રાન્ડ પણ બનાવી દીધી.

બધા એક્સપર્ટ્સ જણાવે છે, વૈજ્ઞાનિકો જણાવે છે, કોરોના લાંબા સમય સુધી આપણા જીવનનો ભાગ બન્યો રહેશે પરંતુ સાથે જ આપણે એવું પણ ના થવા દઈ શકીએ કે માત્રને માત્ર કોરોનાની આજુબાજુમાં જ સીમટીજાય, બે મીટર દૂરીનું પાલન કરશું પરંતુ આપણા લક્ષ્યને દૂર નહિ થવા દઈએ.

માટે લૉકડાઉનનો ચોથો તબક્કો સંપૂર્ણપણે નવા રંગરૂપ વાળો હશે. નવા નિયમો વાળો હશે. રાજ્યોથી આપણને જે ઉકેલો મળી રહ્યા છે તેના આધાર પર લૉકડાઉન 4 સાથે જોડાયેલી જાણકારી પણ તમને 18 મે પહેલા આપવામાં આવશે. મને પૂરો વિશ્વાસ છે કે નિયમોનું પાલન કરતા આપણે કોરોનાથી લડશું પણ અને આગળ પણ વધશું. સાથીઓ આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે સર્વં આત્મં વસં સુખં એટલે કે જે આપણા વશમાં છે જે આપણા નિયંત્રણમાં છે તે જ સુખ છે, આત્મનિર્ભરતા આપણને સુખ અને સંતોષ આપવાની સાથોસાથ સશક્ત પણ કરે છે. 21મી સદી ભારતની સદી બનાવાનું આપણું દાયિત્વ આત્મનિર્ભરતાના પ્રણથી જ પૂરું થશે.

આત્મનિર્ભર ભારતનો આ યુગ આપણે ભારતવાસી માટે નુતન પ્રણ પણ હશે, નુતન પર્વ પણ હશે. હવે એક નવી સંકલ્પ શક્તિને લઈ આપણે આગળ વધવાનું છે. જ્યારે આચાર-વિચાર કર્તવ્ય ભાવથી કરવાાં આવે, કૌશ્યલ્યની પૂંજી હોય તો આત્મનિર્ભર ભારત બનવાથી કોણ રોકી શકે છે. આપણે ભારતને આત્મનિર્ભર ભારત બનાવી શકીએ છીએ. આપણે ભારતને આત્મનિર્ભર બનાવીને રહીશું આ સંકલ્પ સાથે, આ વિશ્વાસ સાથે હું તમને ખુબ ખુબ સુભકામના આપું છું. તમે તમારા સ્વાસ્થ્યનું, તમારા પરિવાર, તમારા નજીકના લોકોનું ખુબ ધ્યાન રાખો.

કોરોના વાઇસથી લડવા માટે CDC આપશે 36 લાખ ડોલરકોરોના વાઇસથી લડવા માટે CDC આપશે 36 લાખ ડોલર

English summary
PM narednra modi address nation, read full speech in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X