જન સેવા એ જ પ્રભુ સેવા છે તેમ માનતા હતા વિવેકાનંદ: મોદી

Written By:
Subscribe to Oneindia News

સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આપેલા ભાષણને આજે 125 વર્ષ પુરા થયા છે તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની શતાબ્ધીના કારણે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સંબોધ્યા એક કાર્યક્રમ યોજોયો હતો. જેમાં નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કરતા કેટલીક વાતનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતુ કે, વિવંકાનંદે કહ્યુ છે કે જન સેવા જ પ્રભુ સેવા છે . દેશમાં વંદે માતરમ બોલવાનો પ્રથમ હક આપણા દેશના સફાઈ કર્મચારીને છે. પાનની પિચકારી રસ્તા પર માર્યા બાદ વંદે માતરમનો કોઈ અર્થ રહેતો નથી.

narendra modi

વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને વધુમાં જણાવ્યુ હતુ, સ્વામી વિવેકાનંદ દેશના યુવાનને જોશથી ભરપૂર જોવા માંગતા હતા. એટલે જ અમારી સરકારે માત્ર યુવાનને સર્ટિફિકેટ મેળવવા પુરતો મર્યાદિત ન રાખતા તેનામાં સ્કીલ પણ વધે તેવા પ્રયાસો કર્યા છે. વધુમાં પીએમ કહ્યું કે આપણે આ વિશ્વને ત્યારે કંઇ આપી શકશુ જ્યારે આપણે આપણી સંસ્કૃતિ અને આપણા પર ગર્વ કરીશું. સ્વામી વિવેકાનંદ ક્યારે પણ ઊંચ-નીંચના ભેદભાવમાં માનતા ન હતા. તેઓએ હમેશા આપણા કુરિવાજોનો નિરોધ કર્યો છે. ભારત ગુલામ હતુ તેમ છતાં વિવેકાનંદમાં આત્મવિશ્વાસ આપાર હતો, જે આજના યુવાનોમાં દેખાતો નથી. જ્યારે કોલેજોમાં વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણી થાય છે ત્યારે ઘણા વચનો આપવામાં આવે છે આ વચનોમાં કેમ્પસ સાફ રાખશે તેવા વચનો કેમ યુવાનો નથી આપતા? તેવી તેમણે પુછ્યું હતું.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે આજનો યુવાન એક અસફળતા મળવાથી જીવનનો અંત લાવી દે છે પરંતુ સ્વામી વિવેકાનંદ માનતા હતા કે અસફળતા જ સફળતાનો રસ્તો છે. આ ઉપરંત નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયાની વાત કરતા જણાવ્યુ કે સ્વામી વિવેકાનંદ પણ મેક ઇન ઇન્ડિયા પર કામ કરતા હતા. તેમણે જ દુનિયાને નવો રસ્તો આપ્યો હતો. ભાષણમાં પહેલ કરલા માટે દુનિયામાં માત્ર લેડિઝ અન્ડ જેંટલમેન શબ્દ સિવાય કોઇ બીજો શબ્દ ન હતો. સ્વામી વિવેકાનંદે મારા ભાઈઓ અને બહેનો નો નવો શબ્દ દુનિયાને આપ્યો હતા. નોંધનીય છે કે આ સંમેલનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

English summary
Prime Minister Narendra Modi will address a students convention today sto mark the 125th anniversary of Swami Vivekanandas Chicago address and BJP ideologue Deendayal Upadhyayas centenary celebrations.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.