Must Read: PM મોદીની ધનબાદ રેલીની 10 મુખ્ય વાતો

ધનબાદ, 9 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઝારખંડના ધનબાદમાં રેલીને સંબોધિત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પોતાના વિપક્ષીઓ પર જોરદાર નિશાન સાધ્યું અને કહ્યું કે વિપક્ષ પાસે મોદી સરકાર વિરૂદ્ધ બોલવા માટે કોઇ મુદ્દો રહ્યો નથી. વાંચો નરેન્દ્ર મોદીની ધનબાદ રેલીની દસ મુખ્ય વાતો...

narendra-modi

1. ઝારખંડમાં રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન ધન યોજનાના જોરદાર વખાણ કર્યા. વડાપ્રધાને કહ્યું કે પહેલીવાર મારી સરકારે નિશ્વિત કર્યું છે કે ગરીબ મફતમાં પોતાનું ખાતું ખોલાવી શકે છે.

2. પલાયન પર પણ મોદીએ કહ્યું, ધનબાદના લોકોને પોતાના ઘરની આસપાસ રોજગાર મળવો જોઇએ. જેથી તેને મા-બાપ છોડીને રોજગાર માટે પલાયન ન કરવું પડે.

3. બેંકોના રાષ્ટ્રીયકરણને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ ખૂબ વરસ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસે રાષ્ટ્રીયકરણનો ઢિંઢોરો તો પિટ્યો, પરંતુ ગરીબ માટે બેંકના દરવાજા ખોલી શક્યા નહી, કોઇ ગરીબ બેંકના દરવાજા સુધી પહોંચી શક્યો નહી. મોદી સરકારે એ સુનિશ્વિત કર્યું કે ગરીબ બેંકમાં પોતાનું ખાતું ખોલાવી શકે.

4. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીમાં હાજર લોકોને કહ્યું કે જાવ અને જઇને બેંકમાં ખાતું ખોલાવો. જેથી જન ધન યોજનાનો લાભ તમને મળી શકે.

5. વડાપ્રધાને કહ્યું કે કેન્દ્રની સરકાર ઝારખંડના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. કોલ બ્લોકની હરાજીથી ઝારખંડને ખૂબ મળવાના છે. તમે એવી સરકાર ચૂંટો જે ગરીબોને બસ, ગાડી અને ટ્રેનની સાથે દરેક સુવિધા આપી શકે.

6. વડાપ્રધાને કહ્યું કેન્દ્રની સરકાર ગરીબો પ્રત્યે સમર્પિત છે અને વિકાસની નવી અવધારણાને લઇને આગળ વધી રહી છે.

7. વિરોધીઓ પર નિશાન સાધતાં વડાપ્રધાને કહ્યું કે તેમની પાસે કોઇ મુદ્દો જ બચ્યો નથી. ફક્ત ચહેરો બતાવવા માટે રેલીઓ કરી રહી છે. જેથી ટેલિવિઝન પર મોઢું આવી શકે અને જનતાને ચહેરો યાદ આવી શકે.

8. આ બધા સિવાય વડાપ્રધાને જમ્મૂ કાશ્મીરમાં થઇ રહેલા ભારે મતદાનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ત્યાંના લોકો બંદૂકથી પણ ન ડર્યા. અને પોતાના ઘરોમાંથી બહાર નિકળીને લોકતંત્રના ઉત્સવમાં જોરદાર ભાગ લઇ રહ્યાં છે.

9. વડાપ્રધાને ઝારખંડની જનતા પાસે પૂર્ણ બહુમતીને સરકાર બનાવવાની અપીલ કરી.

10. નરેન્દ્ર મોદીએ ઝારખંડ અને જમ્મૂ કાશ્મીરમાં રેકોર્ડ વોટિંગ માટે જનતાનો આભાર વ્યક્ત કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X