For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંત્રીમંડળ વિસ્તરણ બાદ PM મોદીએ બોલાવી પ્રથમ કેબિનેટ બેઠક

મંત્રીમંડળ વિસ્તરણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 સપ્ટેમ્બરના રોજ પ્રથમ કેબિનેટ બેઠક બોલાવી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

3 સપ્ટેમ્બરના રોજ થયેલ મંત્રીમંડળ વિસ્તરણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ પહેલી કેબિનેટ બેઠક બોલાવી છે. આ બેઠકમાં હાલમાં જ મંત્રીમંડળમાં જોડાયેલા નવા મંત્રીઓ સહિત આખું મંત્રીમંડળ હાજર રહેશે. કહેવાઇ રહ્યું છે કે, મંત્રીમંડળની આ બેઠકમાં સરકાર વર્ષ 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કેટલાક લોક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવાનો નિર્ણય લઇ શકે છે.

union cabinet

નોંધનીય છે કે, 3 સપ્ટેમ્બરના રોજ થયેલ મંત્રીમંડળ વિસ્તરણ બાદ મોદી કેબિનેટમાં વડાપ્રધાન સહિત કુલ 76 મંત્રીઓ થઇ ગયા છે. આમાંથી 27 કેબિનેટ મંત્રી, 11 રાજ્યમંત્રી(સ્વતંત્ર પ્રભાર) અને 37 રાજ્યમંત્રી છે. મળતી માહિતી અનુસાર, આ તમામ મંત્રીઓને મંગળવારે યોજાનાર કેબિનેટ બેઠકમાં ઉપસ્થિત રહેવાનું કહેવામાં આવ્યું છે.

વર્ષ 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખવામાં આવે તો સરકાર પાસે હવે માત્ર 2 વર્ષનો સમય બચ્યો છે. એવામાં સરકાર હવે લોક કલ્યાણકારી યોજનાઓ દ્વારા જનતાને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે. આથી આ કેબિનેટ બેઠકમાં કેટલાક સકારાત્મક નિર્ણયો જોવા મળે એવી શક્યતા છે.

English summary
PM Narendra Modi, after cabinet reshuffle, calls first union cabinet meeting on 12th September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X