For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ દેશવાસીઓને દીવાળીની શુભકામનાઓ પાઠવી, કહ્યુ - પ્રકાશનો આ પર્વ સહુ કોઈના જીવનમાં ખુશીઓ લાવે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, 'તમને સહુને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રોશનીનો આ તહેવાર દરેકના જીવનમાં ખુશીઓ અને સારુ સ્વાસ્થ્ય લઈને આવે.' અન્ય ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યુ, 'સૌને દિવાળીની શુભકામનાઓ. દિવાળી એ પ્રકાશ અને ચમકનો તહેવાર છે. આ પવિત્ર તહેવાર તમારા અને આપણા સહુના જીવનમાં સુખ અને સમૃદ્ધિની ભાવના આગળ વધારશે. મને આશા છે કે આ દિવાળી તમારા મિત્રો અને પરિવારો માટે શાનદાર રહેશે'

PM modi

તમને જણાવી દઈએ કે PM મોદીએ નાની દિવાળી એટલે કે કાળી ચૌદશનો તહેવાર ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં ઉજવ્યો હતો. પીએમ મોદીએ અયોધ્યામાં દિવાળીના તહેવારની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. પીએમ મોદીએ લખ્યુ, અવધપુરી ખૂબ જ સુંદર છે. લાખો દીવાઓથી ઝળહળતા અયોધ્યા શહેરમાં ભવ્ય અને દિવ્ય દીપોત્સવનો નજારો મંત્રમુગ્ધ કરી દે એવો છે. અયોધ્યામાં 15 લાખ દીવા પ્રગટાવીને નવો વિશ્વ રેકૉર્ડ બનાવવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ અયોધ્યાથી પણ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 'દીપથી દીપાવલી સુધી, આ જ ભારતની દર્શન છે, આ જ ભારતની વિચારસરણી છે, આ ભારતની શાશ્વત સંસ્કૃતિ છે. જ્યારે પણ સમાજે અહીં કંઇક નવુ કર્યુ, આપણે એક નવો ઉત્સવ ઊભો કર્યો છે, સત્યની દરેક જીતનો, અસત્યના દરેક અંતનો..., આપણે માનવ સંદેશને વધુ મજબૂતીથી જીવંત રાખ્યો છે, આમાં ભારતનો કોઈ વિકલ્પ નથી. દીવાળીના દીવા આપણા માટે માત્ર એક વસ્તુ નથી. તેઓ ભારતના આદર્શો, મૂલ્યો અને ફિલસૂફીની જીવંત ઊર્જા છે. એટલે કે ભગવાન રામ સમગ્ર વિશ્વને પ્રકાશ આપનાર છે. તે સમગ્ર વિશ્વ માટે દીવાદાંડી સમાન છે.'

English summary
PM Narendra Modi extends greeting on Occasion of Diwali
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X